બાંગ્લાદેશને 40 રનથી હરાવીને ભારત 10મી વખત એશિયા કપ ફાઇનલમાં
દુબઈ, નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 40 રનથી હરાવીને 2026 મહિલા એશિયા કપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટની ફાઇનલમાં 10મી વખત પ્રવેશ કર્યો છે. દુબઈ ઇન્ટરને
બાંગ્લાદેશને 40 રનથી હરાવીને ભારત 10મી વખત એશિયા કપ ફાઇનલમાં


દુબઈ, નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશને 40 રનથી હરાવીને 2026 મહિલા એશિયા કપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટની ફાઇનલમાં 10મી વખત પ્રવેશ કર્યો છે.

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સેમિફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટે 149 રન બનાવ્યા. ટીમ તરફથી શેફાલી વર્માએ સર્વાધિક 64 રનની શાનદાર ઇનિંગ્સ રમી. તેણે 40 બોલનો સામનો કરતા સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત કેપ્ટન હરમનપ્રીત કૌરે 24, રિચા ઘોષે 21, પ્રતિકા રાવલે 20 અને દીપ્તિ શર્માએ 13 રન બનાવ્યા. ઓપનર સ્મૃતિ મંધાના ફક્ત બે રન બનાવી શકી, જ્યારે ભારતી ફુલમાલી ખાતું ખોલ્યા વિના રન આઉટ થઈ ગઈ. બાંગ્લાદેશ તરફથી સુલતાના ખાતૂને બે વિકેટ લીધી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરો સામે સતત વિકેટ ગુમાવતી રહી અને 20 ઓવરમાં સાત વિકેટે ફક્ત 109 રન જ બનાવી શકી. શોર્ના અખ્તરે 22 રન બનાવીને ટીમ તરફથી સૌથી મોટી ઇનિંગ્સ રમી. તેના સિવાય દિલારા અખ્તરે 21, કેપ્ટન નિગરા સુલતાને 19 અને શોભના મોસ્તરીએ 18 રન બનાવ્યા.

ભારતની બોલિંગમાં દીપ્તિ શર્મા સૌથી પ્રભાવી રહી. તેણે ત્રણ વિકેટ લઈને બાંગ્લાદેશની રન ગતિ પર અંકુશ જાળવી રાખ્યો.

હવે ભારતીય ટીમની નજર ખિતાબી મુકાબલામાં પોતાનો શાનદાર અભિયાન પૂરો કરીને એશિયા કપ ટ્રોફી જીતવા પર રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande