ગાય આધારિત ખેતીથી પંચસ્તરીય જંગલ મોડેલ સુધીની સફર: બોટાદના ખેડૂતે પોતાના ખેતરને બનાવ્યો અઢળક પાકોનો ભંડાર
બોટાદ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : એક સમયે એક કે બે પાકોનું વાવેતર કરી રસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનો અભિગમ વધી રહ્યો છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાનથી પ્રેરાઈને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત


બોટાદ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : એક સમયે એક કે બે પાકોનું વાવેતર કરી રસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતોનો અભિગમ વધી રહ્યો છે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના મહાઅભિયાનથી પ્રેરાઈને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામના ૪૪ વર્ષીય ખેડૂત વિરમભાઈ સાકરીયાએ ગાય આધારિત ખેતી અપનાવી પંચસ્તરીય જંગલ મોડેલ વિકસાવ્યું છે.

ચાર વર્ષ પહેલા સુભાષ પાલેકરની પ્રાકૃતિક કૃષિલક્ષી શિબિરમાં ભાગ લીધા બાદ વિરમભાઈએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. હાલમાં તેમની પાસે ૧૦ ગાયો છે. ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ઘનામૃત અને જીવામૃત બનાવી ખેતરમાં ઉપયોગ કરે છે. દુધાળા પશુઓમાંથી શુદ્ધ ઘીનું ઉત્પાદન કરી વેચાણ પણ કરે છે.

૧૫ વીઘા જમીન પર ગાય આધારિત ખેતીના પરિણામે જમીન નરમ, અળસિયાયુક્ત અને ફળદ્રુપ બની છે. મંગલમ્ પ્રાકૃતિક ફાર્મમાં પંચસ્તરીય જંગલ મોડેલ હેઠળ તુરિયા, દુધી, કારેલા, ગુવાર, પાલક, ધાણા, તલ, મકાઈ, સરગવો, કેળા, આંબા અને લીચી સહિતના વિવિધ પાકોનું મિશ્ર વાવેતર કરવામાં આવે છે. ઉત્પાદિત પાકોનું બોટાદ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વેચાણ કરીને સંતોષકારક આવક મેળવી રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેવા સાથે ઝેરમુક્ત અને પૌષ્ટિક ખોરાકનું ઉત્પાદન શક્ય બન્યું છે. બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર (BRC) યોજનાનો લાભ લઈને વિરમભાઈ હવે પરિવારના અન્ય ખેતરોમાં પણ પંચસ્તરીય જંગલ મોડેલ વિકસાવી આસપાસના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande