ભુજના ગણેશનગરમાં જુગારધામ પર LCBની રેડ, 7 ઝડપાયા
કચ્છ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગણનાપાત્ર જુગારનો કેસ ઝડપી પાડ્યો છે. ગણેશનગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે રહેણાક મકાનના આંગણામાં
ભુજ જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરતાં પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ ગણનાપાત્ર જુગારનો કેસ ઝડપી પાડ્યો છે. ગણેશનગર વિસ્તારમાં ખોડિયાર મંદિર પાસે રહેણાક મકાનના આંગણામાં ખુલ્લી જાહેર જગ્યાએ ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે LCB ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે ટીમે સ્થળ પર રેડ કરતાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ. 27,800 રોકડા તેમજ ધાણીપાસા નંગ-2 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં પ્રતાપગર કેશવગર ગોસ્વામી, મનોજગર દયાલગર ગોસ્વામી, વિનોદપુરી ત્રિકમપુરી ગોસ્વામી, રામજીકુમાર નારાણભાઇ ચાડ (આહીર), જગદીશભાઇ ગેલાભાઇ બારોટ, વિપુલ રમેશભાઈ મોઢ અને પુનશી પાલુભાઈ ગઢવીનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ભુજ અને આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.

LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા, PSI જે.બી. જાદવ અને PSI એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ASI સુરેન્દ્રસિંહ ઝાલા, HC રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવી તથા PC ભરતભાઈ ગઢવી સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સાતેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande