ભુજમાં ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, માધાપર પોલીસે 122 ગ્રામ નશીલો પદાર્થ કબજે કર્યો
કચ્છ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) માધાપર પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં બે ઈસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ 122 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો,
ગાંજા સાથે પકડાયેલ આરોપીઓ


ગાંજા સાથે પકડાયેલ આરોપીઓ


ગાંજા સાથે પકડાયેલ આરોપીઓ


કચ્છ, 11 સપ્ટેમ્બર (હિ.સ.) માધાપર પોલીસ દ્વારા નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરફેર સામે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં બે ઈસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ 122 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ.6,100 હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થ અંગેની મળેલી માહિતીના આધારે પોલીસ ટીમ દ્વારા તપાસ અને કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ રીતે મળી આવેલા બે ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવતા બંને સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે આ કાર્યવાહી અંતર્ગત ભુજની મહેંદી કોલોની, સુરલભીટ રોડ વિસ્તારમાં રહેતા અલ્તાફ આદમ ખલીફા અને ભુજના આત્મારામ રીંગ રોડ સ્થિત રામનગરી વિસ્તારમાં રહેતા અબ્દેમાન અબ્દુલ જુણેજાની ધરપકડ કરી છે. અલ્તાફ ખલીફા ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જ્યારે અબ્દેમાન જુણેજા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પોલીસ નોંધમાં જણાવાયું છે.

ઝડપી કાર્યવાહી દરમિયાન પોલીસને ગાંજા ઉપરાંત કાળા રંગની પ્લાસ્ટિકની કોથળી, છ સફેદ પારદર્શક ઝીપલોકવાળી કોથળીઓ, રીયલમી કંપનીનો એક મોબાઈલ ફોન તથા રોકડ રૂ.150 પણ મળી આવ્યા હતા. મોબાઈલ ફોનની કિંમત રૂ.5,000 દર્શાવવામાં આવી છે.

આ મામલે માધાપર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)2(એ) તથા 29 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની હેરફેર પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

આ સમગ્ર કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. નારણભાઈ ગઢવી સહિત માધાપર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande