બ્રિક્સ સભ્ય દેશો વચ્ચે સંયુક્ત નિવેદન બહાર પાડવા પર સહમતિ સધાઈ
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.). બ્રિક્સ શિખર સંમેલનનો શનિવારે અહીંના ભારત મંડપમમાં પ્રારંભ થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સત્તાવાર રીતે બ્રિક્સ શિખર સંમેલનની શરૂઆત કરી. ભારતની એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતાના ભાગરૂપે, બ્રિક્સના સભ્યો આજે ચાલેલી
બ્રિક્સ શિખર સંમેલન


બ્રીક્સમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદી


નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.). બ્રિક્સ શિખર સંમેલનનો શનિવારે અહીંના ભારત મંડપમમાં પ્રારંભ થઈ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સત્તાવાર રીતે બ્રિક્સ શિખર સંમેલનની શરૂઆત કરી. ભારતની એક મહત્વપૂર્ણ રાજદ્વારી સફળતાના ભાગરૂપે, બ્રિક્સના સભ્યો આજે ચાલેલી લાંબી વાતચીત પછી એક સંયુક્ત નિવેદન બહાર પાડવા પર સહમત થયા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, આ વાતચીત દરમિયાન ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ પર મતભેદ સામે આવ્યા, પરંતુ ભારતે સભ્યો વચ્ચેના અલગ-અલગ વિચારોમાં તાલમેલ બેસાડવા અને સર્વસંમતિ બનાવવા માટે સતત વાતચીત કરી, જે વહેલી સવારે 4 વાગ્યા સુધી ચાલી. બ્રિક્સ દેશોએ એક સંયુક્ત નિવેદન બહાર પાડવા પર પોતાની સહમતિ બનાવી લીધી છે.

ભારતે સભ્ય દેશો વચ્ચેના અલગ-અલગ વિચારોને એક કરવા અને સહમતિ બનાવવા માટે સતત વાતચીત કરી. આ સફળતા એટલા માટે પણ ખાસ છે કારણ કે ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) બધા એક જ મંચનો ભાગ છે, જ્યારે ઘણા પ્રાદેશિક અને ભૂ-રાજકીય મુદ્દાઓ પર તેમની વચ્ચે ઊંડા મતભેદોની સાથે જ અલગ-અલગ વિચારો પણ છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને વધતા તણાવ વચ્ચે, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા દેશો વચ્ચે સહમતિ બનાવવી એક ખૂબ જ મુશ્કેલ રાજદ્વારી પડકાર હતો. જોકે, ભારતની રાજદ્વારી કુશળતાએ એ સુનિશ્ચિત કર્યું કે, આ મતભેદોથી બ્રિક્સની પ્રક્રિયા ન અટકે, પરંતુ સભ્ય દેશો વચ્ચેના ભૂ-રાજકીય વિચારોમાં ભારે તફાવત હોવા છતાં ભારતે એક સંયુક્ત નિવેદન બહાર પાડવા પર સહમતિ બનાવવાનો માર્ગ મોકળો કર્યો.

બ્રિક્સમાં 11 દેશો શામેલ છે, જેમાં બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઇન્ડોનેશિયા, ઇરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત છે. આ સભ્ય દેશો સામૂહિક રીતે વિશ્વની 49.5 ટકા વસ્તી, વૈશ્વિક કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)ના 40 ટકા અને વિશ્વ વેપારના 26 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.

નોંધનીય છે કે, દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા દ્વિ-દિવસીય (12-13 સપ્ટેમ્બર) 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં 11 પૂર્ણ સભ્ય દેશો અને તેના 10 ભાગીદાર દેશો સહિત કુલ 21 દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande