
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, શનિવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ઇઝરાયેલની જનતા અને દુનિયાભરના યહૂદી સમુદાયને રોશ હશનાહના અવસર પર શુભેચ્છાઓ પાઠવી. તેમણે કામના કરી કે, નવું વર્ષ સૌના માટે શાંતિ, આશા, સારા સ્વાસ્થ્ય અને નિરંતર પ્રગતિ લઈને આવે.
વડાપ્રધાને એક્સ પોસ્ટમાં રોશ હશનાહની શુભેચ્છાઓ આપતા સૌના સુખ, સ્વાસ્થ્ય અને પ્રગતિની કામના કરી. તેમણે પોસ્ટમાં હિન્દીને બદલે અંગ્રેજી અને હિબ્રુ ભાષામાં પણ શુભેચ્છા સંદેશ શેર કર્યો.
ઉલ્લેખનીય છે કે, રોશ હશનાહ યહૂદી ધર્મનો મુખ્ય પર્વ અને યહૂદી નવવર્ષ છે. હિબ્રુ કેલેન્ડરના તિશરી મહિનાની પહેલી તારીખથી તેની શરૂઆત થાય છે. વર્ષ 2026માં રોશ હશનાહ 11 સપ્ટેમ્બરની સાંજથી 13 સપ્ટેમ્બરની સાંજ સુધી ઉજવવામાં આવી રહ્યો છે. તેને યહૂદી પરંપરામાં દુનિયાના સર્જનની વર્ષગાંઠ અને આત્મમંથનના અવસર તરીકે પણ જોવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ