મહિલા એશિયા કપ: શ્રીલંકાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે ટકરાશે.
દુબઈ, નવી દિલ્હી,12 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રીલંકાએ શુક્રવારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી 2026 મહિલા એશિયા કપની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. આ જીત સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ તેના ખિતાબનો
મહિલા ક્રિકેટ


દુબઈ, નવી દિલ્હી,12 સપ્ટેમ્બર (હિ.સ.) શ્રીલંકાએ શુક્રવારે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી 2026 મહિલા એશિયા કપની બીજી સેમિફાઇનલમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. આ જીત સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ તેના ખિતાબનો બચાવ કરવાની આશા જીવંત રાખી અને હવે ફાઇનલમાં તેનો મુકાબલો ભારત સામે થશે.

શ્રીલંકા અને ભારત વચ્ચેનો ફાઇનલ મુકાબલો 2024ના ખિતાબી મુકાબલાનું પુનરાવર્તન હશે. છેલ્લા સંસ્કરણમાં શ્રીલંકાએ ભારતને હરાવીને પ્રથમ વખત મહિલા એશિયા કપનો ખિતાબ જીત્યો હતો.

131 રનના લક્ષ્યનો પીછો કરતા, શ્રીલંકાની ઇનિંગ્સનો પાયો હર્ષિતા સમરવિક્રમા અને કવિશા દિલહારીએ 69 રનની ભાગીદારી કરીને નાખ્યો. હર્ષિતાએ 31 બોલમાં 36 રન બનાવ્યા, જ્યારે કવિશાએ 33 બોલમાં 33 રન બનાવ્યા.

આ પછી, નીલાક્ષી ડી સિલ્વા (અણનમ 18) અને કૌશાની નુથ્યાંગના (અણનમ 10) અંત સુધી ટકી રહીને ટીમને જીત અપાવી.

પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા ચાર વિકેટ લીધી અને એક સમયે પોતાની ટીમને મેચમાં પાછી લાવી દીધી. જોકે, શ્રીલંકાએ આઠ બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું.

આ પહેલા, ફાતિમા સનાએ બેટિંગમાં પણ મહત્વનું યોગદાન આપ્યું. તેમણે અણનમ 47 રનની ઇનિંગ્સ રમીને પાકિસ્તાનને 20 ઓવરમાં પાંચ વિકેટે 130 રન સુધી પહોંચાડ્યું. જોકે, પાકિસ્તાનનો આ સ્કોર શ્રીલંકાને રોકવા માટે પૂરતો સાબિત થયો નહીં. ફાતિમાને તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande