બ્રિક્સ નવી દિલ્હી ઘોષણા પત્ર ભારતીય વેપારીઓ અને એમએસએમઈ માટે વૈશ્વિક તકોના નવા દ્વાર ખોલશે: ખંડેલવાલ
નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતની અધ્યક્ષતામાં આયોજિત 18મા બ્રિક્સ શિખર સંમેલન 2026માં ઘોષિત નવી દિલ્હી ઘોષણા પત્ર ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે, જે ભારતીય વેપારીઓ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, નિકાસકારો મ
ભારતની અધ્યક્ષતામાં આયોજિત 18મુ બ્રિક્સ શિખર સંમેલન 2026


નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતની અધ્યક્ષતામાં આયોજિત 18મા બ્રિક્સ શિખર સંમેલન 2026માં ઘોષિત નવી દિલ્હી ઘોષણા પત્ર ભારત માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે, જે ભારતીય વેપારીઓ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ, નિકાસકારો માટે વેપાર, રોકાણ અને વ્યવસાયની નવી તકો ઊભી કરશે.

ચાંદની ચોક સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે, રવિવારે 18મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન સર્વસંમતિથી જારી કરાયેલા નવી દિલ્હી ઘોષણા પત્ર પર આ વાત કહી. ખંડેલવાલે કહ્યું કે, આ ઘોષણા પત્ર વૈશ્વિક સ્તરે ભારતના વધતા પ્રભાવ અને પ્રધાનમંત્રી મોદીના તે સફળ નેતૃત્વનો પુરાવો છે, જેના કારણે ભારત આજે વિશ્વ મંચ પર એક સશક્ત અને વિશ્વસનીય અવાજ બનીને ઉભરી આવ્યું છે.

સીએઆઈટી મહામંત્રીએ કહ્યું કે, વેપાર સુગમતા, સ્થાનિક મુદ્રાઓમાં લેણદેણ, ડિજિટલ ચુકવણી, તકનીકી સહયોગ, મજબૂત સપ્લાય ચેઇન તથા આર્થિક ભાગીદારીઓ પર આપવામાં આવેલો ભાર ભારતીય વ્યવસાયોને બ્રિક્સ સભ્ય દેશોના બજારોમાં વિસ્તરણની એક નવી તક પૂરી પાડશે. તેમણે નિષ્પક્ષ અને નિયમ-આધારિત વૈશ્વિક વેપાર વ્યવસ્થા પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા સંરક્ષણવાદી નીતિઓના વિરોધનું સ્વાગત કરતા કહ્યું કે, આનાથી ભારત જેવા વિકાસશીલ દેશોને લાભ મળશે અને આંતરરાષ્ટ્રીય વેપારને નવી મજબૂતી મળશે.

ખંડેલવાલે કહ્યું કે, આ ઘોષણા પત્ર આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ અને લોકલ ટુ ગ્લોબલના વિઝન અનુરૂપ છે તથા ભારતીય ઉત્પાદકો, વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે જોડાવાની વધુ તકો પૂરી પાડશે. તેમણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), નવીનતા અને ફિનટેક પર વિશેષ ભારનું સ્વાગત કરતા કહ્યું કે, આ ક્ષેત્રોમાં ભારત ઝડપથી વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા પણ ભજવી રહ્યું છે. આ સાથે, આતંકવાદ વિરુદ્ધ અપનાવવામાં આવેલા કડક વલણને પણ તેમણે ભારતની લાંબા સમયથી ચાલી આવતી નીતિને આંતરરાષ્ટ્રીય સમર્થન મળવાનો પુરાવો ગણાવ્યો.

નવી દિલ્હી ઘોષણા પત્રની ભાવનાને અનુરૂપ ખંડેલવાલે “બ્રિક્સ ટ્રેડ કનેક્ટ મિશન” શરૂ કરવાનો સુઝાવ આપ્યો. જેથી તેના માધ્યમથી ભારતીય વેપારીઓ અને એમએસએમઈ ને બજાર સંબંધિત માહિતી, ખરીદનાર-વિક્રેતા બેઠકો, નિકાસ સહાયતા અને વ્યાવસાયિક નેટવર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. ખંડેલવાલે કહ્યું, “નવી દિલ્હી ઘોષણા પત્ર ફક્ત એક રાજદ્વારી દસ્તાવેજ નથી, પરંતુ આર્થિક વિકાસ, વેપાર વિસ્તરણ અને વૈશ્વિક સહયોગનો એક દૂરંદેશી રોડમેપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક આર્થિક વ્યવસ્થાના નિર્માણમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને તેનો સીધો લાભ દેશના વેપારીઓ, ઉદ્યોગસાહસિકો, એમએસએમઈ તથા ઉદ્યોગ જગતને મળશે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande