મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળના વિવિધ રેલખંડો, સ્ટેશનો તથા પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું
ભાવનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : યાત્રીઓની સુરક્ષા, સુવિધા તથા રેલ પરિચાલનની કાર્યક્ષમતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળના વિવિધ રેલખંડો, સમપાર ફાટકો તથા સ્ટેશનોનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન સંરક્
ભાવનગર મંડળના વિવિધ રેલખંડો, સ્ટેશનો તથા પુનર્વિકાસ કાર્યોનું નિરીક્ષણ


ભાવનગર, 13 સપ્ટેમ્બર (હિ.સ.) : યાત્રીઓની સુરક્ષા, સુવિધા તથા રેલ પરિચાલનની કાર્યક્ષમતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ ભાવનગર મંડળના વિવિધ રેલખંડો, સમપાર ફાટકો તથા સ્ટેશનોનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન સંરક્ષા ધોરણો, યાત્રી સુવિધાઓ, પરિચાલનાત્મક લવચીકતા તથા સ્ટેશન પુનર્વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.

મંડળ રેલ પ્રબંધક દ્વારા ભાવનગર–ધોળા તથા ધોળા–વેરાવળ રેલખંડ પર આવેલા વિવિધ સમપાર ફાટકોનું સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સાથે ખોડિયાર મંદિર, સોનગઢ, સણોસરા, ધોળા, વડાલ, માલિયા હાટીના તથા આદ્રી રોડ સ્ટેશનોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. નિરીક્ષણ દરમિયાન સ્ટેશન પરિસરમાં ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ, પરિચાલન વ્યવસ્થા તથા સંરક્ષા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી.

આ જ ક્રમમાં જૂનાગઢ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ સ્ટેશન પર ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી તથા સંબંધિત અધિકારીઓને કાર્યો નિર્ધારિત ધોરણો અનુસાર ઉચ્ચ ગુણવત્તા સાથે અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા સૂચના આપી.

આ દરમિયાન સાંસદ રાજેશ ચૂડાસમા સાથે પણ રેલવે સ્ટેશન ખાતે મુલાકાત થઈ હતી. મંડળ રેલ પ્રબંધક દ્વારા સાંસદને વિકાસલક્ષી કાર્યો અંગેની માહિતી આપવામાં આવી હતી. આ જ ક્રમમાં, ગ્રોફેડ વિસ્તારમાં નિર્માણાધીન નવા મીટર ગેજ રેલવે સ્ટેશનની પ્રગતિની પણ માનનીય સાંસદ સાથે સમીક્ષા કરવામાં આવી હતી.

12 સપ્ટેમ્બર 2026ના રોજ મંડળ રેલ પ્રબંધકે વેરાવળ સ્ટેશન તથા યાર્ડનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણનો ઉદ્દેશ યાત્રીઓની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા તથા યાર્ડમાં પરિચાલનાત્મક લવચીકતા વધારવા માટે જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરવાનો હતો. આ ઉપરાંત વેરાવળ રેલવે કોલોનીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું તથા કર્મચારીઓ સાથે સંબંધિત સુવિધાઓ અને વ્યવસ્થાઓનો પણ જાયજો લેવામાં આવ્યો.

મંડળ રેલ પ્રબંધકે સોમનાથ સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કરી કાર્યની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સંબંધિત અધિકારીઓને સ્ટેશન પુનર્વિકાસ કાર્યોમાં ગુણવત્તા, યાત્રી સુવિધા તથા આધુનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપવાના નિર્દેશ આપ્યા.

આ પ્રસંગે અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મંડળ દ્વારા રેલ સંરક્ષા, યાત્રી સુવિધાઓમાં સતત સુધારો, સ્ટેશનોનું આધુનિકીકરણ તથા પરિચાલન ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે નિયમિતપણે નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવી રહી છે. આ નિરીક્ષણોનો ઉદ્દેશ વર્તમાન વ્યવસ્થાઓને વધુ સુદૃઢ બનાવવાનો તથા યાત્રીઓને સુરક્ષિત, સુગમ અને વધુ સારો રેલ પ્રવાસ અનુભવ પ્રદાન કરવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande