કેલિફોર્નિયામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, હત્યારાએ જીવ આપ્યો, ગેરકાયદેસર પ્રવાસી નીકળ્યો
વોશિંગ્ટન, નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.). અમેરિકી રાજ્ય કેલિફોર્નિયામાં એક રેસ્ટોરન્ટની બહાર 38 વર્ષીય ભારતીય મૂળની મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. હત્યાનો આરોપી ભારતનો જ એક 22 વર્ષીય વ્યક્તિ છે. યુનાઇટેડ સ્ટેટ્સના ગૃહ સુરક્ષા વિભાગ (ડીએચ
સંદિગ્ધ રોહિત, જેણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી


વોશિંગ્ટન, નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર (હિ.સ.). અમેરિકી રાજ્ય કેલિફોર્નિયામાં એક રેસ્ટોરન્ટની બહાર 38 વર્ષીય ભારતીય મૂળની મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી. હત્યાનો આરોપી ભારતનો જ એક 22 વર્ષીય વ્યક્તિ છે. યુનાઇટેડ સ્ટેટ્સના ગૃહ સુરક્ષા વિભાગ (ડીએચએસ) એ 11 સપ્ટેમ્બરે એક અખબારી યાદી બહાર પાડીને આ માહિતી આપી.

યુનાઇટેડ સ્ટેટ્સના ગૃહ સુરક્ષા વિભાગ અનુસાર, હત્યાનો આરોપી ભારતીય વ્યક્તિ છે. તે ગેરકાયદેસર પ્રવાસી છે. બાઈડેન પ્રશાસને તેને મુક્ત કર્યો હતો.

ડીએચએસ અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે, શંકાસ્પદ વ્યક્તિ ઘણા મહિનાઓથી મહિલાનો પીછો કરી રહ્યો હતો. ડીએચએસએ કહ્યું કે સ્થાનિક અહેવાલો અનુસાર, આ ઘટના 8 સપ્ટેમ્બરે સેક્રામેન્ટોના એક શોપિંગ સેન્ટરમાં બની હતી.

જણાવવામાં આવ્યું છે કે, ભારતીય મૂળની 38 વર્ષીય મહિલા પોતાની કાર પાસે હતી. ત્યારે જ અપરાધી રોહિત (ભારતનો એક ગેરકાયદેસર પ્રવાસી) તેની પાસે પહોંચ્યો. તેને જોતા જ મહિલાએ ભાગવાનો પ્રયાસ કર્યો. રોહિતે તેનો પીછો કર્યો અને બંદૂકથી ગોળીઓ ચલાવી. મહિલા જમીન પર પડી ગઈ. ત્યારે તેણે નજીકથી તેના માથામાં ફરીથી ગોળી મારી અને પોતાની ગાડીમાં ભાગી ગયો.

અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે પોલીસ રોહિત સુધી પહોંચી, ત્યારે તેણે પોતાની ગાડીના બ્રેક લગાવ્યા અને બાદમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. રોહિત મહિલાનો ઘણા સમયથી પીછો કરી રહ્યો હતો. અખબારી યાદી અનુસાર, રોહિત ઓગસ્ટ 2023માં એરિઝોનાના રસ્તે ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં દાખલ થયો હતો. તેને યુએસ સરહદી પેટ્રોલિંગ દળે ધરપકડ કરી હતી. આ પછી બાઈડેન પ્રશાસને રોહિતને મુક્ત કર્યો.

ડીએચએસના પ્રવક્તાએ કહ્યું, ભારતના આ ગેરકાયદેસર પ્રવાસીએ કેલિફોર્નિયામાં 38 વર્ષીય મહિલાને પરેશાન કરી, તેનો પીછો કર્યો અને પછી તેની હત્યા કરી અને જ્યારે પોલીસ તેના સુધી પહોંચી ત્યારે તેણે પોતાનો જીવ લઈ લીધો. જો બાઈડેન પ્રશાસને આ હત્યારાને આપણા દેશમાં ન છોડ્યો હોત તો આ દુઃખદ ઘટના સંપૂર્ણપણે ટાળી શકાઈ હોત. નેતાઓએ એવી નીતિઓનો અંત લાવવો જોઈએ, જે અમેરિકી લોકોના જીવ સાથે ખતરનાક જુગાર રમે છે. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિતા અને તેના પરિવાર સાથે છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande