
બુમથાંગ, નવી દિલ્હી, 15 સપ્ટેમ્બર (હિ.સ.). વિદેશ મંત્રી એસ. જયશંકર, બુધવારે તેમની બે દિવસીય ભૂટાન યાત્રા પર બુમથાંગ પહોંચ્યા. અહીં તેમણે ભૂટાનના વિદેશ મંત્રી લ્યોનપો ડીએન ધુંગયેલ સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચેના વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે સામાજિક મીડિયા મંચ 'એક્સ' પર જણાવ્યું કે, તેમણે લ્યોનપો ડી. એન. ધુંગયેલ સાથે વ્યાપક દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી અને ભૂટાનના આધ્યાત્મિક તેમજ ઐતિહાસિક કેન્દ્ર બુમથાંગમાં તેમના આતિથ્ય માટે આભાર વ્યક્ત કર્યો.
તેમણે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે વિકાસ ભાગીદારી, ઊર્જા, વેપાર, સંપર્ક, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધોને વધુ આગળ વધારવા પર ચર્ચા થઈ.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ