
- જીએમઇઆરએસ મેડિકલ કોલેજ-રાજપીપલા, રેડક્રોસ સોસાયટી-રાજપીપલા અને એસડીએચ દેડિયાપાડા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન
રાજપીપલા,17 સપ્ટેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર,2026 દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત, નર્મદા જિલ્લામાં પણ વિવિધ સેવાલક્ષી અને જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત *‘સેવા મેરાયોગદાન’*ના સંકલ્પ સાથે 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા આરોગ્ય અધિકારી, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ તથા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ-રાજપીપલા, રેડક્રોસ સોસાયટી-રાજપીપલા અને એસડીએચ -દેડિયાપાડા ખાતે, સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો. રેડક્રોસ સોસાયટી ખાતે નાંદોદના માન.
ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢકની
ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.
જ્યારે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે કોલેજના ડૉ.મનીષ મહેતા અને નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.હેતલ ચૌધરી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેમ્પનો પ્રારંભ કરાયો હતો.
આ રક્તદાન કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો, અધિકારીઓ-કર્મચારીઓ તથા સ્વૈચ્છિક
રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રક્તદાન કરનાર દાતાઓએ માનવસેવાના આ ઉમદા કાર્યમાં પોતાનું યોગદાન આપી *‘સેવા મેરા યોગદાન’*ના સંકલ્પને સાકાર કર્યો હતો.
રક્તની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે સમયસર રક્ત ઉપલબ્ધ થાય તે માટે રક્તદાનનું વિશેષ મહત્વ છે. એક સ્વૈચ્છિક રક્તદાન જરૂરિયાતમંદ દર્દી માટે જીવનરક્ષક બની શકે છે. આ સંદર્ભે નાગરિકોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ અને સેવાભાવ વધે તે હેતુથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ દ્વારા સમાજના દરેક વર્ગને સેવાકાર્યો સાથે જોડાવા અને પોતાની
ક્ષમતા તથા સમય અનુસાર સમાજહિતમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં પણ અભિયાન અંતર્ગત વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા જનભાગીદારી સાથે
સેવા અને સંકલ્પની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ