કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો, નવા દરો લાગુ
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણ (એટીએફ)ની નિકાસ પર અપ્રત્યાશિત લાભ કર (વિન્ડફોલ) ટેક્સમાં ઘટાડો કર્યો છે. નવા દરો લાગુ થઈ ગયા છે. નાણા મંત્રાલયે જારી કરેલી એક અધિસૂચનામાં જણાવ્યું કે, 16 સપ્ટેમ્બરથી શર
વિન્ડફોલ ટેક્સ નો પ્રતીકાત્મક ફોટો


નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર (હિ.સ.). કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણ (એટીએફ)ની નિકાસ પર અપ્રત્યાશિત લાભ કર (વિન્ડફોલ) ટેક્સમાં ઘટાડો કર્યો છે. નવા દરો લાગુ થઈ ગયા છે.

નાણા મંત્રાલયે જારી કરેલી એક અધિસૂચનામાં જણાવ્યું કે, 16 સપ્ટેમ્બરથી શરૂ થયેલા પખવાડિયા માટે પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઇંધણ (એટીએફ)ની નિકાસ પર અપ્રત્યાશિત લાભ કર (વિન્ડફોલ) ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. શુલ્કની નવી દરો પ્રભાવી થઈ ગયા છે.

મંત્રાલય દ્વારા જારી કરાયેલી અધિસૂચના મુજબ, ડીઝલની નિકાસ પર માર્ગ અને માળખાકીય સુવિધા ઉપકર સહિત વિશેષ વધારાના ઉત્પાદન શુલ્ક (એસએઇડી)નો દર હવે 25 રૂપિયાથી ઘટાડીને 20 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે. જ્યારે, વિમાન ઇંધણ (એટીએફ)ની નિકાસ પર એસએઇડી 19 રૂપિયાથી ઘટાડીને 15 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે.

આ જ રીતે પેટ્રોલની નિકાસ પર શુલ્ક ઘટાડીને 0.5 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યો છે, જે છેલ્લા પખવાડિયામાં 1.5 રૂપિયા પ્રતિ લિટર હતો. મંત્રાલયે એમ પણ જણાવ્યું કે ઘરેલું વપરાશવાળા પેટ્રોલ અને ડીઝલ પર વર્તમાન શુલ્ક દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નોંધનીય છે કે, પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 27 માર્ચ, 2026 ના રોજ ડીઝલ અને એટીએફની નિકાસ પર શુલ્ક લગાવ્યો હતો. આ વિન્ડફોલ દરોમાં દરેક પખવાડિયે સુધારો કરવામાં આવે છે. પેટ્રોલની નિકાસ પર પણ 16 મેથી આ શુલ્ક લાગુ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande