
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). દેશમાં આઈ ફોન 18 પ્રો અને પ્રો મેક્સનું વેચાણ શરૂ થઈ ગયું છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુના એપ્પલ સ્ટોર્સની બહાર શુક્રવારે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી. તો, ઘણા લોકો પોતાના મનપસંદ આઈ ફોન મોડેલને સૌથી પહેલા ખરીદવા માટે રાતથી જ લાઈનમાં ઊભેલા જોવા મળ્યા.
દિલ્હી સહિત દેશના અન્ય મહાનગરોમાં આઈ ફોન 18 પ્રો અને પ્રો મેક્સ વેચાણ માટે ઉપલબ્ધ થતાં જ આજે સવારે સાકેતમાં એપ્પલ સ્ટોર પર ગ્રાહકોની ભીડ જામી ગઈ. આ જ રીતે ઉત્તર પ્રદેશના નોઈડાના ડીએએફ મોલ સ્થિત એપ્પલ સ્ટોર પર નવા ડિવાઇસ ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.
તો, મુંબઈમાં જીયો વર્લ્ડ ડ્રાઈવ સ્થિત સ્ટોરની બહાર પણ ભારે ભીડ જામી હતી, જ્યારે બેંગલુરુમાં નવા લોન્ચ થયેલા આઈ ફોન 18 પ્રો અને પ્રો મેક્સને ખરીદવા માટે ગ્રાહકો એપ્પલ સ્ટોરની બહાર કતારમાં ઊભા રહ્યા.
મુંબઈમાં એક ગ્રાહકે જણાવ્યું કે, તે રાત્રે 10 વાગ્યાથી કતારમાં છે અને તેમને સવારે 8 વાગ્યાનો પહેલો સ્લોટ મળ્યો છે. તો, બેંગલુરુના એક ગ્રાહકે જણાવ્યું કે આઈ ફોન લોન્ચ તહેવાર જેવું છે. આ જ રીતે દિલ્હીના એક ગ્રાહકે કહ્યું, હું 18 પ્રો મેક્સ આઈટીબી લેવા આવ્યો છું. મેં તેને પ્રી-બુક કરી લીધું છે, બસ રાહ જોઈ રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે, એપ્પલના આઈ ફોન 18 પ્રો ની શરૂઆતની કિંમત 1,64,900 રૂપિયા અને આઈ ફોન પ્રો મેક્સની શરૂઆતની કિંમત 1,79,900 રૂપિયા છે. આ પહેલીવાર છે કે 'મેડ ઇન ઇન્ડિયા' નવા પ્રો મોડેલ પહેલા દિવસથી ભારતના (ચેન્નઈ યુનિટ)માં તૈયાર કરવામાં આવ્યા છે અને અહીંથી વૈશ્વિક બજારોમાં મોકલવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ