ઈરાન સાથે અમે સારો સોદો કરીશું અથવા કોઈ સમજૂતી નહીં, ટ્રમ્પનો તેહરાનને સંદેશ
વોશિંગ્ટન, નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, ઈરાન સમજૂતી તો કરવા માંગે છે પરંતુ તેમના અંગત મતે તેહરાન આ માટે હજુ સંપૂર્ણપણે તૈયાર નથી. તેમણે કહ્યું કે, તેઓ અમેરિકી હિતોવાળો સારો સોદો કરશે અથવા કોઈ સમજ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.). અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે, ઈરાન સમજૂતી તો કરવા માંગે છે પરંતુ તેમના અંગત મતે તેહરાન આ માટે હજુ સંપૂર્ણપણે તૈયાર નથી. તેમણે કહ્યું કે, તેઓ અમેરિકી હિતોવાળો સારો સોદો કરશે અથવા કોઈ સમજૂતી નહીં કરે.

મીડિયા સંસ્થા ઈરાન ઈન્ટરનેશનલે અમેરિકી રાષ્ટ્રપતિ તરફથી ગુરુવારે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુનો હવાલો આપતા જણાવ્યું છે કે, અમેરિકા સાથે ઈરાન સોદો કરવા માંગે છે પરંતુ તે આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી. ટ્રમ્પે સંકેત આપ્યો કે કોઈપણ સમજૂતી અમેરિકી અપેક્ષાઓ મુજબ જ હશે.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે આવતા સપ્તાહે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ટ્રમ્પની ખાડી સહયોગ પરિષદ એટલે કે જીસીસીના સભ્ય દેશોના નેતાઓ સાથે મુલાકાતની અપેક્ષા છે.

ટ્રમ્પે દાવો કર્યો કે, બી-2 બોમ્બરના ઉપયોગથી અમેરિકી હુમલાઓએ ઈરાનની પરમાણુ હથિયાર બનાવવાની ક્ષમતાને ખતમ કરી દીધી. તેમણે કહ્યું કે, જો આવું ન થયું હોત તો તેહરાન પાસે અત્યાર સુધી પરમાણુ હથિયાર હોત. તેમણે ઈરાનને ખૂબ જ નબળી સ્થિતિમાં ગણાવતા દાવો કર્યો કે, તેની અર્થવ્યવસ્થા સૌથી ખરાબ સ્તરે છે. તેમણે 300 ટકાથી વધુ મોંઘવારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે સૈન્ય અને પોલીસકર્મીઓને પગાર મળી રહ્યો નથી. ટ્રમ્પે હોર્મુઝ જળસંધિને નિયંત્રિત કરવાનો દાવો કરતા કહ્યું કે, મને લાગે છે કે અંતે આપણી જ જીત થશે. મને ખબર નથી કે આ કોઈ સમજૂતીથી થશે કે નહીં પરંતુ આપણે પહેલેથી જ જીતી રહ્યા છીએ.

અમેરિકી રાષ્ટ્રપતિના દાવાઓથી વિપરીત પેન્ટાગોનના એક પૂર્વ અધિકારીનો દાવો છે કે, ઈરાન સાથેનું યુદ્ધ આ જ વર્ષે નવેમ્બર મહિના સુધીમાં સમાપ્ત થઈ શકે છે. ઈરાન ઈન્ટરનેશનલે પેન્ટાગોનના એક પૂર્વ અધિકારી બ્રેન્ટ સેડલરના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, ઈરાન યુદ્ધ નવેમ્બર સુધીમાં સમાપ્ત થઈ શકે છે, કારણ કે તેહરાન પર અમેરિકી નૌકાદળની નાકાબંધી અને આર્થિક દબાણની અસર થઈ રહી છે. સેડલરે કહ્યું, નાણાકીય અને મૌદ્રિક દૃષ્ટિકોણથી જોઈએ તો આંકડા નિશ્ચિતપણે આ જ પરિણામ તરફ ઈશારો કરે છે. તેમણે કહ્યું કે આ સંઘર્ષ વર્ષના અંત પહેલા અથવા નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીના સમયે જ સમાપ્ત થઈ શકે છે. સેડલરે કહ્યું કે તેમના આ અનુમાન પાછળ અમેરિકી નૌકાદળની નાકાબંધી અને આર્થિક યુદ્ધના અન્ય માર્ગો મુખ્ય કારણો છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande