ફરી પાછી ફરશે '3 ઇડિયટ્સ'ની ત્રિપુટી, રાજકુમાર હિરાણીએ આપ્યો મોટો સંકેત
નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.) વર્ષ 2009માં રિલીઝ થયેલી આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી અભિનીત સુપરહિટ ફિલ્મ ''3 ઇડિયટ્સ''ના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ ફિલ્મના સીક્વલ પર કામ કરવામાં આવી રહ્યું હોવાની પુષ્
દિગ્દર્શક રાજકુમાર હિરાણી-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.) વર્ષ 2009માં રિલીઝ થયેલી આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી અભિનીત સુપરહિટ ફિલ્મ '3 ઇડિયટ્સ'ના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ ફિલ્મના સીક્વલ પર કામ કરવામાં આવી રહ્યું હોવાની પુષ્ટિ કરી દીધી છે. હિરાણીના મતે, લેખક અભિજાત જોશી સાથે કામ કરતી વખતે સીક્વલનો વિચાર સામે આવ્યો. નવી વાર્તા રેંચો, ફરહાન અને રાજુના જીવન સાથે જોડાયેલી હશે અને પ્રયાસ છે કે તેને પહેલી ફિલ્મના ભાવનાત્મક અને મનોરંજક વારસાને અનુરૂપ બનાવવામાં આવે.

રાજકુમાર હિરાણીએ સ્પષ્ટ કર્યું કે, હાલમાં ફિલ્મ પ્રારંભિક તબક્કામાં છે અને તેની વાર્તા પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. દિગ્દર્શક અનુસાર, સીક્વલને લઈને ઉતાવળ કરવામાં આવશે નહીં. ફિલ્મ ત્યારે જ આગળ વધશે, જ્યારે વાર્તા પહેલી '3 ઇડિયટ્સ'ના સ્તર સુધી પહોંચવામાં સફળ થશે. હિરાણી અને અભિજાત જોશીની જોડી આ પ્રોજેક્ટની સાથે સાથે એક અન્ય વાર્તા પર પણ કામ કરી રહી છે. આવા સંજોગોમાં સીક્વલને લઈને દર્શકોને હજુ સત્તાવાર રીતે વધુ માહિતીની રાહ જોવી પડશે.

આ દરમિયાન ફિલ્મના મુખ્ય કલાકારો આર. માધવન અને શરમન જોશી તરફથી પણ એવા સંકેતો મળ્યા છે, જેનાથી તેમના લોકપ્રિય પાત્રો ફરહાન અને રાજુની વાપસીની આશા વધી છે. પહેલી ફિલ્મે શિક્ષણ વ્યવસ્થા, મિત્રતા અને પોતાના સપનાને પસંદ કરવા જેવા વિષયોને ખૂબ જ પ્રભાવી રીતે રજૂ કર્યા હતા અને બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી હતી. હવે જો આમિર ખાન, આર. માધવન અને શરમન જોશીની ચર્ચિત ત્રિપુટી ફરીથી સાથે આવે છે, તો '3 ઇડિયટ્સ'ના સીક્વલને લઈને દર્શકોની ઉત્સુકતા ચોક્કસપણે ચરમસીમા પર પહોંચી જશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande