તાલાલાના ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા ખેતીવાડી શાખાનો અનુરોધ
ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.) સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ફાર્મર રજિસ્ટ્રેશન અત્યંત જરૂરી હોય તાલાલા ખેતીવાડી શાખાએ તાલાલા તાલુકાનાં તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે. સરકારની વિવિ
તાલાલાના ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રેશન


ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)

સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ફાર્મર રજિસ્ટ્રેશન અત્યંત જરૂરી હોય તાલાલા ખેતીવાડી શાખાએ તાલાલા તાલુકાનાં તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા અપીલ કરી છે.

સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવામાં સરળતા રહે માટે એક સર્વે નંબર કે એક ખાતા નંબરમાં જેટલા ખાતેદારો હોય તથા એક ખેડૂતના નામે અલગ-અલગ જગ્યાએ જમીન આવેલ હોય તેવાં તમામ ખેડૂતોએ જમીનની તમાંમ વિગતો ફાર્મર રજિસ્ટ્રેશનમાં સામેલ કરી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો છે. પી.એમ. કિસાન હપ્તો, ટેકાના ભાવે પાકની ખરીદી, રાસાયણિક ખાતરોની ખરીદી તથા ખેતિ ઉપર મળતા તમામ લાભો અને સરકારી યોજનાઓનો લાભમેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન અત્યંત જરૂરી હોય ફાર્મર રજીસ્ટ્રેશન થી વંચિત ખેડૂતોએ વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા ખેતીવાડી શાખાએ અખબારી યાદી જણાવ્યું છે.

તાલાલા પંથકના ખેડૂતો ગામના કોમ્પ્યુટર ઓપરેટર મારફ્ત,મોબાઇલ દ્રારા અથવા નજીકના સી.એસ.સી સેન્ટર ઉપરથી ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકશે.રજીસ્ટ્રેશન કામગીરી અંગે વધુ માહિતી માટે ગ્રામસેવક (ખેતિ)નો સંપર્ક કરવા ખેતીવાડી શાખાએ અપીલ કરી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande