
ગીર સોમનાથ, 02 સપ્ટેમ્બર (હિ.સ.)
વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખી જાહેર જનતાને તાત્કાલિક અસરથી મદદરૂપ થવા સુચના કરેલ હોય, જે અનુસંધાને ગીર સોમનાથ પોલીસ અધિક્ષકની સુચના મુજબ વર્તમાન સમયમાં જાહેર જનતાઓના પાકીટ(પર્સ)ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાઇ જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારઓને તેમના પાકીટ (પર્સ)પરત અપાવવા કાર્યવાહી હાથ ધરેલ.
જે અનવ્યે આ કામગીરી ટ્રાફીક ઇન્ચાર્જ ટ્રાફીક બ્રીગેટ તથા જી.આર.ડી.ના જવાનો વડલા ચોકી ખાતે ટ્રીફક લગત કામગીરી કરતા હોય તે દરમ્યાન જી.આર.ડી. નાઓને વડાલા ચોકી જાહેર રોડ ઉપર એક પૈસાનુ પાકીટ(પર્સ) મળેલ હોય જેમા ૬૩૧૦/- રોકડ રકમ તથા જરૂરી ઓરીજન ડોકયુમેન્ટ સાથે મળેલ હોય જેથી પૈસાના પાકીટના મુળ માલીક લાલજીભાઇ ધીરૂભાઇ મકવાણા રહે-એલમપુર તા.ઉના વાળાઓને જે-તે સ્થિતિમાં મુળ માલીકને પરત સોપી આપી પ્રસંશનીય કામગીરી કરી “
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ