
નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં આવેલો ઉછાળો, અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં વધારો અને પશ્ચિમ એશિયામાં સતત વધતા તણાવને કારણે દુનિયાભરના મોટાભાગના શેરબજારોમાં ન્યૂનતમ જોખમ પર કામ કરવાનું વાતાવરણ સર્જાયું છે. આખી દુનિયામાં મોટાભાગના રોકાણકારો સાવચેતીભર્યા વલણ સાથે કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. આને કારણે વૈશ્વિક બજારમાંથી આજે નબળાઈના સંકેતો મળી રહ્યા છે.
વૈશ્વિક દબાણને કારણે અમેરિકી બજારો પાછલા સત્ર દરમિયાન ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે સામાન્ય નબળાઈ સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. યુરોપિયન બજારોમાં પણ પાછલા સત્ર દરમિયાન સતત વેચવાલીનું દબાણ રહ્યું. આ જ રીતે એશિયન બજારોમાં પણ આજે ચોતરફી વેચવાલી થતી જોવા મળી રહી છે.
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને તેને કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા પર પડી રહેલી નકારાત્મક અસરને કારણે અમેરિકી બજારમાં પાછલા સત્ર દરમિયાન રોકાણકારો જોખમ લેવાથી બચતા જોવા મળ્યા. રોકાણકારોની સાવચેતીને કારણે વોલ સ્ટ્રીટના સૂચકાંકો ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.71 ટકા તૂટીને 7,631.47 અંકના સ્તરે બંધ થયો. આ જ રીતે નાસ્ડેકે 271.11 અંક એટલે કે 1.03 ટકા ગબડીને 26,099.77 અંકના સ્તરે પાછલા સત્રના કારોબારનો અંત કર્યો. જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે હાલમાં 0.01 ટકાની સાંકેતિક નબળાઈ સાથે 52,762.66 અંકના સ્તરે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.
યુરોપિયન બજારમાં પણ પાછલા સત્ર દરમિયાન સતત દબાણ રહ્યું. એફટીએસઈ ઇન્ડેક્સ 0.32 ટકાના ઘટાડા સાથે 10,789.28 અંકના સ્તરે બંધ થયો. આ જ રીતે સીએસી ઇન્ડેક્સે 0.39 ટકા ગબડીને 8,301.85 અંકના સ્તરે પાછલા સત્રના કારોબારનો અંત કર્યો. આ ઉપરાંત ડીએએક્સ ઇન્ડેક્સ 288 અંક એટલે કે 1.11 ટકા તૂટીને 25,970.11 અંકના સ્તરે બંધ થયો.
એશિયન બજારમાં પણ આજે સતત વેચવાલી થઈ રહી છે. એશિયાના તમામ નવ બજારના સૂચકાંકો દબાણમાં કારોબાર કરી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી 117 અંક એટલે કે 0.49 ટકાની નબળાઈ સાથે 23,934 અંકના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આ જ રીતે જકાર્તા કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.15 ટકા ગબડીને 6,589.98 અંકના સ્તરે પહોંચ્યો છે.
કોસ્પી ઇન્ડેક્સમાં આજે જબરદસ્ત ઘટાડો આવ્યો છે. આ સૂચકાંક હાલમાં 256.23 અંક એટલે કે 3.75 ટકા તૂટીને 6,579.57ના સ્તરે આવી ગયો છે. આ જ રીતે નિક્કેઈ ઇન્ડેક્સ પણ આજે જબરદસ્ત નબળાઈનો શિકાર બન્યો છે. હાલમાં આ સૂચકાંક 1,962.34 અંક એટલે કે 2.96 ટકા ગબડીને 64,253 અંકના સ્તરે પહોંચ્યો છે. આ ઉપરાંત તાઇવાન વેટેડ ઇન્ડેક્સ 716.29 અંક એટલે કે 1.53 ટકાના ઘટાડા સાથે 46,232.43 અંકના સ્તરે આવી ગયો છે.
જ્યારે હેંગ સેંગ ઇન્ડેક્સ 276.73 અંક એટલે કે 1.10 ટકા ગબડીને 25,053 અંકના સ્તરે પહોંચ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.82 ટકા તૂટીને 3,947.26 અંકના સ્તરે, સેટ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.78 ટકા ગબડીને 1,576.23 અંકના સ્તરે અને સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.02 ટકાના સામાન્ય ઘટાડા સાથે 5,709.051 અંકના સ્તરે કારોબાર કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ