વિદેશમંત્રી જયશંકર 3-5 સપ્ટેમ્બર સુધી યુક્રેન અને પોલેન્ડના પ્રવાસે જશે
નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, 3 થી 5 સપ્ટેમ્બર સુધી યુક્રેન અને પોલેન્ડની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન, તેઓ બંને દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને પ્રાદેશિક ઘટનાક્રમ પર વિચાર-વિમર્શ
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 02 સપ્ટેમ્બર (હિ.સ.). વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, 3 થી 5 સપ્ટેમ્બર સુધી યુક્રેન અને પોલેન્ડની સત્તાવાર મુલાકાતે રહેશે. આ દરમિયાન, તેઓ બંને દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને પ્રાદેશિક ઘટનાક્રમ પર વિચાર-વિમર્શ કરશે.

વિદેશ મંત્રાલય અનુસાર, મુલાકાત દરમિયાન જયશંકર યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહા અને પોલેન્ડના નાયબ વડાપ્રધાન તેમજ વિદેશ મંત્રી રાડોસ્લાવ સિકોર્સ્કી સાથે દ્વિપક્ષીય વિચાર-વિમર્શ કરશે.

વિદેશ મંત્રીની મુલાકાત દરમિયાન, ભારતના બંને દેશો સાથેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા ઉપરાંત, પ્રાદેશિક ઘટનાક્રમ અને પરસ્પર હિત સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande