
જૂનાગઢ 02 સપ્ટેમ્બર (હિ.સ.)
જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી અંતર્ગત હાટકેશ યુવક મંડળ દ્વારા હાટકેશ્વર મંદિર પાસે વિશાળ પરિસરમાં ભવ્ય ફ્લોટ નિર્માણને અંતિમ ઓપ આપવામાં
આવી રહ્યો છે. લોકોને ૨૦ ફૂટ લાંબી અને ૨૦ કિલો ઉનથી તૈયાર કરેલી લોકલ પર વોકલ રંગબેરંગી રંગોળી, ભગવાન કૃષ્ણની લીલા દર્શાવતા ફ્લોટ, સેલ્ફી પોઈન્ટ સહિતનું આકર્ષણ
રહેશે.આવતીકાલે ૩ સપ્ટેમ્બર સાતમના દિવસે સવારે મહાનુભવોના હસ્તે ફલોટનું ઉદ્ધાટન કરી લોકોના દર્શન માટે ખુલ્લો મુકવામાં આવશે.
શિસ્ત -સેવા અને પ્રગતિના સૂત્ર સાથે જૂનાગઢમાં જન્માષ્ટમી પર્વની અવનવી થીમ અને વિષયોને આધારે વિવિધતા સભર ઉજવણી કરતું હાટકેશ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હાટકેશ્વર મંદિર પાસે વિશાળ પરિસરમાં ભવ્ય ફ્લોટ નિર્માણને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે ૨૦ ફૂટ લાંબી ૨૦ કિલો ઉનથી તૈયાર કરાયેલી લોકલ ફોર વોકલ કલરફુલ નયન રમ્ય રંગોળી, શ્રાવણ માસ નિમિત્તે ચિરોડી કલરથી તૈયાર કરાયેલી ૧૦ ફૂટ લાંબી મહાદેવની પ્રતિકૃતિ, કૃષ્ણ જીવન ચરિત્રની ઝાંખી દર્શાવતા ફલોટ ઉપરાંત સેલ્ફી ઝોન ભાવિકો માટે આકર્ષણ રૂપ બનશે. પરિસરમાં રોશનીના શણગારના બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
આવતીકાલે ગુરૂવારે સાતમના દિવસે સવારે રાજકીય, સામાજિક અને સ્થાનિક આગેવાનો મહાનુભવોના હસ્તે ફફ્લોટનું ઉદઘાટન કરી શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવશે.યુવક
મંડળની ટીમ દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.
સાતમ અને આઠમ બે દિવસ દરમિયાન રજૂ થનાર ભવ્ય ફલોટના દર્શન કરવા તમામ ધર્મ પ્રેમી ભાવિકોને. હાટકેશ યુવક મંડળની ટીમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જન્માષ્ટમીની રાત્રે મટકી ફોડ કાર્યક્રમ : જન્માષ્ટમીની ઉજવણી અંતર્ગત હાટકેશ યુવક મંડળના ઉમેદ સિંહ સોલંકીના માર્ગદર્શન નીચે હાટકેશ યુવક મંડળની ટીમ દ્વારા જન્માષ્ટમી શુક્રવારે રાત્રે ૧૨ વાગ્યે હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે જ ભવ્ય મટકી ફોડ ઉત્સવ અને આરતી દ્વારા કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ