ભાવનગર ખાતે મેડિકલ નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાશે
ભાવનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આજે સ્વ. દીપકભાઈ પ્રતાપભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ નિદાન કેમ્પ, જનરલ હેલ્થ ચેકઅપ તથા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભાવનગર અને ઇન્ડ
કેમ્પ ai ફોટો


ભાવનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આજે સ્વ. દીપકભાઈ પ્રતાપભાઈ શાહની પુણ્યતિથિ નિમિત્તે મેડિકલ નિદાન કેમ્પ, જનરલ હેલ્થ ચેકઅપ તથા વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇનર વ્હીલ ક્લબ ઓફ ભાવનગર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગરના સંયુક્ત સહયોગથી યોજાનારા આ કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકોને એક જ સ્થળે વિવિધ આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.

કેમ્પ દરમિયાન જનરલ હેલ્થ ચેકઅપ સાથે BMI રિપોર્ટ, CBC અને RBS બ્લડ ટેસ્ટ, ફેફસાંની તપાસ માટે સ્પાયરોમેટ્રી ટેસ્ટ, કાનની તપાસ માટે ઓડિયોમેટ્રી ટેસ્ટ, હાડકાંની ઘનતા ચકાસવા માટે BMD ટેસ્ટ તેમજ હૃદયની તપાસ માટે ECG કરવામાં આવશે. આ ઉપરાંત આંખોની તપાસ માટે ઓટો રેફ્રેક્ટો સહિતની જરૂરી તપાસ પણ કરવામાં આવશે.

કેમ્પમાં પ્રથમ 100 જેટલા વ્યક્તિઓને ડોક્ટરની સલાહ મુજબ વિવિધ તપાસ અને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. તપાસ બાદ જરૂરિયાત જણાય તેવા લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સ્થળ પર પહોંચી નામ નોંધાવી કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

કેમ્પનું આયોજન 2 સપ્ટેમ્બર, બુધવારના રોજ સવારે 10:30થી બપોરે 1:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. કેમ્પનું સ્થળ ચાવડીગેટ ખાતે લક્ષમણ મંદિરની બાજુમાં અને ચાવડીગેટ પોલીસ ચોકીની બાજુમાં આવેલ રેડક્રોસ સોસાયટીના સાર્વજનિક દવાખાનામાં રાખવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande