
- બે આરોપી ઝડપાયા, બે આરોપીઓ અક્ષય અને ધર્મેશને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી.
અમદાવાદ, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : વટવા જીઆઇડીસી વિસ્તારમાં મકાનની માલિકીને લઈને ચાલતી જૂની અદાવતમાં થયેલી હત્યાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે. હત્યા કેસમાં જામીન પર છુટેલા કેદીએ વધુ એક હત્યા કરી. વટવામાં મકાનની માલિકી બાબતે યુવકને પતાવી દીધો, અગાઉ ધાબા પરથી એકને ફેંકીને હત્યા કરી'તી બે આરોપી ઝડપાયા છે અને અન્ય બે આરોપીઓ અક્ષય અને ધર્મેશને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે.
વટવા જીઆઇડીસીના ત્રિકમપુરામાં 31 ઓગસ્ટ રાત્રે મકાન ભાડાના વિવાદમાં હરેશ ઉર્ફે હિતેશ સોલંકી, અક્ષય સોલંકી, રવિ સોલંકી અને ધર્મેશ સોલંકી નામના ચાર શખ્સોએ તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા 25 વર્ષીય અજીત સિંહનું માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વાટવા જીઆઇડીસી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હિતેશ અને તેના ભાઈ રવિની ધરપકડ કરી છે.
અજીતસિંહ ચૌહાણની હત્યામાં સંડોવાયેલા હિતેશ સોલંકી અને રવિ સોલંકીને પોલીસે ગીતામંદિર વિસ્તારમાંથી ઝડપી લીધા છે. બંને આરોપીઓ પોલીસને ચકમો આપી શહેરમાંથી ભાગી છૂટવાની ફિરાકમાં હતા, તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે તેમને દબોચી લીધા હતા. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ અક્ષય અને ધર્મેશને ઝડપી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં આરોપીઓએ વટવા ચાર માળિયામાં મકાન બાબતે હત્યા કરી છે. મૃતક અજિતસિંહ અગાઉ ચાર માળિયામાં આવેલા મકાનમાં રહેતો હતો જેના મકાન માલિક અને ભાડા મામલે કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેની અદાવતમાં હિતેશે ભાઈઓ સાથે મળીને હત્યા કરી હતી.
હત્યા બાદ હિતેશ અને રવિ ગીતા મંદિરથી બહારગામ જવાના હતા તે અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. જ્યારે ધર્મેશ અને અક્ષય હાલ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ