ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીના નાકમાંથી સી.એસ.એફ. લીકેજની ટ્રાન્સનેઝલ એન્ડોસ્કોપિક પદ્ધતિથી સફળ સારવાર
- યુ.એન. મહેતા હોસ્પિટલ અને જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલના તબીબોની ઐતિહાસિક સિદ્ધિ ગાંધીનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની Neurosurgery ટીમ અને જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલની
જટિલ સર્જરી


- યુ.એન. મહેતા હોસ્પિટલ અને જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલના તબીબોની ઐતિહાસિક સિદ્ધિ

ગાંધીનગર, 02 સપ્ટેમ્બર (હિ.સ.) : ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની Neurosurgery ટીમ અને જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલની ENT ટીમના સંયુક્ત ઉપક્રમે એક અત્યંત જટિલ અને આધુનિક સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. ૪૫ વર્ષીય મહિલા દર્દીના નાકમાંથી મગજના પ્રવાહી Cerebrospinal Fluid - CSFના લીકેજની ગંભીર સમસ્યાનું સફળ ટ્રાન્સનેઝલ એન્ડોસ્કોપિક રિપેરિંગ કરવામાં આવ્યું છે.

દર્દી મહિલાને છેલ્લા કેટલાક સમયથી જમણી બાજુના નાકમાંથી સતત પ્રવાહી નીકળવાની ફરિયાદ હતી. સ્થાનિક કક્ષાએ રાઇનાઇટિસની સારવાર લીધા બાદ પણ રાહત ન મળતા ઇ.એન.ટી. સર્જનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દર્દીનું CT Cisternography પરીક્ષણ કરાવતા નાકના ઉપરના ભાગે આવેલી Cribriform Plateમાં ૨ મિમીનું ડિફેક્ટ મળી આવ્યું હતું, જેના લીધે મગજનું પ્રવાહી CSF નાકમાંથી બહાર આવી રહ્યું હતું. આ પરિસ્થિતિ તબીબી ભાષામાં CSF Rhinorrhoea તરીકે ઓળખાય છે. મગજના આંતરિક દબાણની વિગતવાર તપાસ બાદ ન્યુરોસર્જન અને ઇ.એન.ટી. ટીમે સંયુક્ત સર્જરી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ આ સર્જરીમાં સૌપ્રથમ ન્યુરોસર્જરી ટીમ દ્વારા મગજના દબાણને નિયંત્રિત કરવા VP Shunt મુકવામાં આવ્યું. તે જ સમયે ઇ.એન.ટી. ટીમ દ્વારા નાકના માર્ગે Mini-FESS (Functional Endoscopic Sinus Surgery) પદ્ધતિથી લીકેજનું ચોક્કસ સ્થળ શોધવામાં આવ્યું.ત્યાર બાદ Cribriform Plateના ડિફેક્ટને અત્યાધુનિક Bioglue અને બે સ્તરીય કવરેજ વડે કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું.અને આ સર્જરી બાદ દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર અને સુધારા પર છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને હોસ્પિટલોની તબીબી ટીમ દ્વારા મગજ અને નાક સંબંધિત જટિલ રોગો માટે કરવામાં આવેલી આ બીજી સફળ સંયુક્ત સર્જરી છે. આ અગાઉ બંને ટીમોએ Pituitary Tumorનું Transnasal Endoscopic Removal પણ સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

આ પ્રકારના સફળ સંયુક્ત પ્રયોગોથી ગુજરાતના દર્દીઓને જટિલ ન્યુરો-ઓટોલોજિકલ અને એન્ટેરિયર સ્કલ બેઝની સમસ્યાઓ માટે અત્યંત આધુનિક, બિન-ઇન્વેસિવ અને અસરકારક તબીબી સારવાર સરકારી સંસ્થાઓ મારફતે સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande