
રાયપુર, નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે છત્તીસગઢની એક દિવસની મુલાકાતે રાયપુર પહોંચશે. નિર્ધારિત સમયપત્રક મુજબ તેઓ સવારે 9:55 વાગ્યે રાયપુર એરપોર્ટ પર પહોંચશે જ્યાં રાજ્યપાલ રામેન ડેકા, રાજ્ય સરકારના મંત્રીમંડળ મંત્રીઓ અને ધારાસભ્યો તેમનું સ્વાગત કરશે.
આ પછી ઉપરાષ્ટ્રપતિ સવારે 10 વાગ્યે હવાઈમથકથી રવાના થશે અને અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ) રાયપુર પહોંચશે. અહીં તેઓ એમ્સ રાયપુરના ત્રીજા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેમનો કાર્યક્રમ એઇમ્સ કેમ્પસમાં સવારે 10.45 થી બપોરે 12.35 સુધી નિર્ધારિત છે.
સમારોહ પછી ઉપરાષ્ટ્રપતિ એઈમ્સથી રવાના થશે અને બપોરે લગભગ 1.15 વાગ્યે રાયપુર એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ તેઓ બપોરે 1.25 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે.
હિન્દુસ્થાન સમાચાર /દેવેન્દ્ર પ્રસાદ પટેલ/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ