
ગીર સોમનાથ 20 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉ. દ્વારા ખારવા સમાજના ઈષ્ટદેવ, હિન્દુ સમાજના આરાધ્ય દેવ રામદેવજી મહારાજ ની ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે.
તા.21 ને સોમવારના રોજ ભાદરવા સુદ દશમના દિવસે શોભાયાત્રા ( ધ્વજારોહણ) શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થશે જે કામનાથ મહાદેવ મંદિર, ઘનશ્યામ પ્લોટ થી શરૂ થઈ કૃષ્ણનગર, નવા રામ મંદિર, ગર્લ સ્કૂલ,ગાંધી ચોક, સુભાષ રોડ, સટ્ટાબજાર સ્વામિનારાયણ મંદિર થઈ અને ટાવરચોકથી જાલેશ્વર મુકામે રામદેવજી મહારાજ ના મંદિરે શોભાયાત્રા પૂર્ણ થશે.
ત્યારબાદ શુભચોઘડીએ ધ્વજારોહણ કરવામાં આવશે.ભાદરવા સુદ નોમને તા.20 ને રવિવાર ના રોજ સવાર 12 થી 4 વાગ્યે ડી.જે અને ઢોલ નગારાના તાલે અને અબિલ ગુલાલની છોડે, શ્રી રામદેવજી મહારાજ નગરચર્યા માટે કૃષ્ણનગર (ખડખડ) વિસ્તારમા નીકળશે.ઉપરાંત તા.20 ની રાત્રે કામનાથ મહાદેવ ઘનશ્યામ પ્લેટ ખાતે રામદેવજી મહારાજના ધૂન ભજન અને પ્રસાદ રાખવામાં આવ્યો છે.
આ દરેક ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા વેરાવળના દરેક ધર્મપ્રિય નાગરિકોને વેરાવળ સમસ્ત ખારવા સમાજ, સાગરપુત્ર ફાઉન્ડેશન પટેલ દામજીભાઈ ફોફંડી દ્વારા અનુરોધ કેવાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ