ભચાઉ વૃદ્ધાશ્રમમાં સેવાની સુગંધ: વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ સાક્ષરતા સાથે, આજીવન બસ પાસનું વિતરણ
કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે સેવા, સંવેદના અને જાગૃતિનો અનોખો સંગમ સર્જાયો હતો.નવચેતન અંધજન મંડળ-વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં સામાન્ય વૃદ્ધાશ્રમના 25 તથા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ
ભચાઉ વૃધ્ધાશ્રમ માં કાર્યક્રમ યોજાયો


ભચાઉ વૃધ્ધાશ્રમ માં કાર્યક્રમ યોજાયો


ભચાઉ વૃધ્ધાશ્રમ માં કાર્યક્રમ યોજાયો


ભચાઉ વૃધ્ધાશ્રમ માં કાર્યક્રમ યોજાયો


કચ્છ, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : ભચાઉ ખાતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટે સેવા, સંવેદના અને જાગૃતિનો અનોખો સંગમ સર્જાયો હતો.નવચેતન અંધજન મંડળ-વૃદ્ધાશ્રમ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં સામાન્ય વૃદ્ધાશ્રમના 25 તથા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધાશ્રમના 31 મળી કુલ 56 વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.

આ કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડની અધ્યક્ષતામાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. ભચાઉ ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક, નગરપાલિકા સદસ્ય રાજેન્દ્રસિંહ વી. જાડેજા, અમદાવાદ રોટરી ક્લબના આસિસ્ટન્ટ ગવર્નર રેખાબેન કાબરા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મંત્રી વનરાજસિંહ આર. જાડેજા તેમજ સમાજ સુરક્ષા કચ્છના ચીફ ઓફિસર એન.એસ. ચૌહાણ સહિતના અધિકારીઓ અને શિક્ષકોએ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.

દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વરિષ્ઠ નાગરિકોને આજના ડિજિટલ યુગ સાથે જોડવાના હેતુથી ડિજિટલ સાક્ષરતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોબાઇલ અને ડિજિટલ સેવાઓનો સલામત ઉપયોગ, સરકારી સુવિધાઓ સુધી પહોંચ અને ટેક્નોલોજીના રોજિંદા જીવનમાં ઉપયોગ અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં પર્યાવરણ અને જળ સંરક્ષણ, “એક ભારત શ્રેષ્ઠ ભારત”, વિવિધ સરકારી યોજનાઓ તથા આરોગ્ય જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ માહિતી આપવામાં આવી હતી. આ સાથે વૃદ્ધાશ્રમના વરિષ્ઠ નાગરિકોને આજીવન નિઃશુલ્ક બસ મુસાફરી પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમના માટે આવનજાવનની સુવિધામાં વધારો થશે.

સેવાના ભાગરૂપે સોમનાથ મહાદેવનો પ્રસાદ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. મહિલા વરિષ્ઠ નાગરિકોને સાડીઓ અને પુરુષ વરિષ્ઠ નાગરિકોને ઝભ્ભાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકો સાથે આત્મીય સંવાદ અને સન્માનનો માહોલ જોવા મળ્યો હતો.

“સેવા સંકલ્પ અભિયાન” હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ, માત્ર સહાય વિતરણ પૂરતો સીમિત ન રહેતા વરિષ્ઠ નાગરિકોના સન્માન, ડિજિટલ જાગૃતિ, આરોગ્ય અને સામાજિક જોડાણને પ્રોત્સાહન આપતો સંવેદનશીલ પ્રયાસ બની રહ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande