
આઇચી-નાગોયા, નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતની સુચિકા તારિયાલે રવિવારે 2026 એશિયન ગેમ્સમાં મહિલા પરંપરાગત 60 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં પહોંચીને પોતાનો મેડલ પાક્કો કરી લીધો. તેમણે મિશ્ર માર્શલ આર્ટ્સ (એમએમએ)માં ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મંગોલિયાની અલ્તાનચિમેગ બૈગલમાને 2-0થી હરાવી.
36 વર્ષીય સુચિકાની આ જીત સાથે ઓછામાં ઓછો કાંસ્ય પદક સુનિશ્ચિત થઈ ગયો છે. હવે તે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે સિંગાપોરની હુઈ હૂન ટેઓ અથવા ઈરાનની અરેઝુ સલીમિગાલેહતાકીમાંથી કોઈ એકનો સામનો કરશે.
મિશ્ર માર્શલ આર્ટ્સ આ વખતે એશિયન ગેમ્સમાં પદાર્પણ કરનારી છ રમત વિધાઓમાં સામેલ છે. આ ઉપરાંત ફ્રીસ્ટાઇલ બીએમએક્સ, ટેકબોલ, પેડલ, સર્ફિંગ અને વર્ચ્યુઅલ તાઈક્વાન્ડો પણ પહેલીવાર એશિયન ગેમ્સનો હિસ્સો છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ