
કોકરાઝાર (આસામ), નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર (હિ.સ.) આસામના લોકપ્રિય સંગીત કલાકાર ઝુબિન ગર્ગની પ્રથમ પુણ્યતિથિના અવસરે, એનટીપીસીના બંગાઈગાંમમાં શનિવારે મોડી સાંજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કર્મચારી કલ્યાણ સંઘના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમ અંતર્ગત, નાહરના વૃક્ષારોપણ સાથે ઝુબિન ગર્ગને યાદ કરવામાં આવ્યા.
વહીવટી ભવન નજીક આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમનું નેતૃત્વ એનટીપીસીના બંગાઈગાંમના પ્રોજેક્ટ હેડ અર્ણબ મૈત્રએ કર્યું. આ અવસરે માનવ સંસાધન હેડ અમિત કુમાર અસ્થાના, વિવિધ વિભાગોના હેડ, વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તથા કર્મચારી કલ્યાણ સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઝુબિન ગર્ગની સ્મૃતિમાં નાહરના છોડ રોપવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન ઝુબિન ગર્ગના ગીતોએ સમગ્ર વાતાવરણને ભાવુક બનાવી દીધું.
હિન્દુસ્થાન સમાચાર / કિશોર મિશ્રા / અરવિંદ રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ