


પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : પોરબંદર
જિલ્લાના પ્રભારી સચિવ ડી.એન. મોદીના
અધ્યક્ષસ્થાનેજિલ્લાના અધિકારીઓની બેઠક
મળી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓએ પ્રેઝન્ટેશન રજૂ
કરી ચાલુ નાણાકીય વર્ષમાં હાથ પર લેવાયેલા વિકાસ કામો અને સરકારની ફ્લેગશીપ
યોજનાઓની અમલવારી માટે કરવામાં આવી રહેલી કામગીરી લક્ષ્યાંકો સાથે રજૂ કરી હતી.
પ્રભારી
સચિવએ શિક્ષણ,આરોગ્ય, માર્ગ મકાન વિભાગ ,આઈ સી ડી એસ, પાણી પુરવઠા અને અન્ય વિભાગોને જ્યાં
જરૂર હોય ત્યાં સંકલન કરીને સરકારના મૂળ ઉદ્દેશ મુજબ નાગરિક સેવાઓ પરિપૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું
હતું. વરસાદની હાલની સ્થિતિમાં સરકારશ્રીના માર્ગદર્શન મુજબ પશુપાલકોને ઘાસનું
વિતરણ થાય તેની પણ તકેદારી રાખવા જણાવ્યું હતું.
પોરબંદર
નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણની કામગીરી માટે પાણી પુરવઠા સહિતના અન્ય વિભાગો
સાથે સંકલન તેમજ અન્ય પ્રોજેક્ટ અંગે જરૂરી સંકલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું
હતું. પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી.
ધાનાણીએ જિલ્લાના મુખ્ય પ્રોજેક્ટ અને યોજનાની અમલવારી અને પ્રગતિ અંગેમાહિતી આપી હતી.
આ
બેઠકમાં મેયર સાગર મોદી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી
ચૌધરી, એસપી
ભગીરથસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર આશિષ
મિયાત્રા, ડીઆરડીએના
નિયામક રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર સંદીપ જાદવ અને અન્ય
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya