પાવીજેતપુરમાં નેશનલ હાઈવે-56 બાયપાસ સર્વે સામે સ્થાનિકોનો ઉગ્ર વિરોધ: મામલતદારને રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવાયું
છોટાઉદેપુર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) પાવીજેતપુર પંથકમાંથી પસાર થનારા નેશનલ હાઈવે-૫૬ બાયપાસની સર્વે કામગીરી સામે સ્થાનિક ગ્રામજનો અને અસરગ્રસ્તોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ‘સામાજિક સમરસતા મંચ’ના નેજા હેઠળ જેતપુર અને પાવી ગામના અસરગ્રસ્તો દ્વારા વિશાળ ર
રેલી


રેલી


રેલી


રેલી


છોટાઉદેપુર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) પાવીજેતપુર પંથકમાંથી પસાર થનારા નેશનલ હાઈવે-૫૬ બાયપાસની સર્વે કામગીરી સામે સ્થાનિક ગ્રામજનો અને અસરગ્રસ્તોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. ‘સામાજિક સમરસતા મંચ’ના નેજા હેઠળ જેતપુર અને પાવી ગામના અસરગ્રસ્તો દ્વારા વિશાળ રેલી યોજી મામલતદાર કચેરી તથા છોટાઉદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને આવેદનપત્ર પાઠવી સર્વેની કામગીરી તાત્કાલિક બંધ કરવાની સખત માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, જેતપુર અને પાવી ગામના મોટાભાગના આદિવાસી સમાજ તેમજ ખેડૂત અને મજૂર વર્ગના પરિવારો મહેનત-મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ઘણા પરિવારો પાસે માત્ર રહેણાંક જેટલી જ કે પાંચ-દસ હાથ જેટલી સીમિત જમીન છે, જેમાં ૩૦ થી ૪૦ સભ્યો સંયુક્ત રીતે રહે છે. આ સર્વેને કારણે સ્થાનિકોના રહેણાંક મકાનો અને રોજીરોટી છીનવાઈ જવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.

આ સર્વેની રડારમાં પાવી ગામની ૧ થી ૭ ધોરણની ગુજરાતી શાળા, આંગણવાડી (નંદઘર), સીઆરસી ભવન, ગ્રામ પંચાયત ઘર અને તલાટી આવાસ આવી રહ્યા છે, જેના કારણે ભૂલકાંઓના શિક્ષણ અને ભવિષ્ય સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. આ ઉપરાંત વનકુટીરથી ચલામલી રોડ પર આવેલા ૧૫૦થી ૨૦૦ દુકાનો ધરાવતા આદર્શ કોમ્પ્લેક્ષ, શોપિંગ સેન્ટરો અને બીજા માળે આવેલી 'નવજીવન મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ' પણ પ્રભાવિત થઈ શકે છે, જેનાથી દર્દીઓની સારવાર અને વેપાર-ધંધા ખોરવાશે. સાથે સાથે શંકર ટેકરી સ્થિત સમર્થ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને બી.એડ. કૉલેજના હોસ્ટેલ વિસ્તારને પણ અસર પહોંચવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, પાવીજેતપુર ગ્રામ પંચાયત દ્વારા તળાવના બ્યુટીફિકેશન અને સ્વામી વિવેકાનંદજીની ૧૦૦ ફૂટની પ્રતિમા સ્થાપિત કરી તેને પર્યટન સ્થળ બનાવવા રાજ્ય સરકારમાં દરખાસ્ત પણ કરાયેલી છે. ઉપરાંત 'નલ સે જલ' યોજનાનો મુખ્ય પાણી સંપ પણ આ સર્વેની ઝપેટમાં આવતો હોવાથી ગામડાઓમાં પાણીની કટોકટી સર્જાઈ શકે છે.

પૌરાણિક શંકર ટેકરી મહાદેવ મંદિર, નદી કિનારે તાજેતરમાં પ્રગટ થયેલ શિવલિંગ મંદિર તેમજ ભાથીજી મંદિર, ભગવાન સ્વામીનારાયણ મંદિર અને સંસ્થા દ્વારા આદિવાસી દીકરીઓના ઉચ્ચ શિક્ષણ માટે પ્રસ્તાવિત હોસ્ટેલની જગ્યા. તેમજ મુસ્લિમ સમાજનું વર્ષો જૂનું કબ્રસ્તાન અને ઈદગાહ, જ્યાં પૂર્વજો તથા ધર્મગુરુઓની કબરો આવેલી છે અને હજારો લોકો ઈબાદત માટે ભેગા થાય છે.

સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો નેશનલ હાઈવે-૫૬ બાયપાસની સર્વે કામગીરી તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર પંથકના અસરગ્રસ્તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે.

પાવીજેતપુરમાં નેશનલ હાઈવે-૫૬ બાયપાસ સર્વે સામે સ્થાનિકોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande