છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓના ડમ્પમાંથી હથિયારો મળી આવ્યા
બીજાપુર, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.). છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા ચલાવવામાં આવી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ભૈરમગઢના ઉતલા જંગલમાં સોમવારે જમીનની નીચે છુપાવીને રાખવામાં આવેલા નક્સલવાદીઓના ડમ્પમાંથી હથિયારો મળી આવ્યા. બ
નક્સલવાદીઓના ડમ્પમાંથી હથિયારો મળી આવ્યા.


બીજાપુર, નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.). છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા ચલાવવામાં આવી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન ભૈરમગઢના ઉતલા જંગલમાં સોમવારે જમીનની નીચે છુપાવીને રાખવામાં આવેલા નક્સલવાદીઓના ડમ્પમાંથી હથિયારો મળી આવ્યા.

બીજાપુર એસપી ઉમેશ પ્રસાદ ગુપ્તાએ તેની પુષ્ટિ કરતા જણાવ્યું કે, આત્મસમર્પણ કરનાર નક્સલવાદીઓની પૂછપરછ અને પુનર્વસન નીતિ હેઠળ ચલાવવામાં આવી રહેલા સામાજિક કાર્યક્રમોના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે.

પોલીસ અધિક્ષકના માર્ગદર્શન અને વધારાના પોલીસ અધિક્ષક (નક્સલ) અમન ઝાના નેતૃત્વમાં ભૈરમગઢ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ દળ અને ડીઆરજીની એક સંયુક્ત ટુકડીને ઉતલા ગામના જંગલમાં સર્ચ માટે રવાના કરવામાં આવી. ઓપરેશન દરમિયાન જંગલમાં શંકાસ્પદ સ્થળની ઓળખ કરીને સુરક્ષાના તમામ ધોરણોનું પાલન કરતા જ્યારે જવાનોએ જગ્યાનું ખોદકામ કર્યું, ત્યારે જમીનની નીચે દાટીને રાખવામાં આવેલો નક્સલવાદીઓનો ડમ્પ મળી આવ્યો.

આમાં એક એકે-47 રાઇફલ, એક .315 બોર રાઇફલ, એક શોર્ટ રાઇફલ, એક 9 એમએમ પિસ્તોલ, બે એકે-47 મેગેઝીન, 45 નંગ એકે-47 જીવતા રાઉન્ડ, 25 નંગ 9 એમએમ જીવતા રાઉન્ડ, 06 નંગ .315 બોર રાઇફલના જીવતા રાઉન્ડ અને અન્ય નક્સલ સામગ્રી મળી આવી છે.

જવાનોએ અત્યંત સાવચેતી અને સુરક્ષિત રીતે આ સમગ્ર જથ્થાને બહાર કાઢ્યો. સર્ચ ટીમે મળી આવેલા હથિયારો અને દારૂગોળાને સુરક્ષિત રીતે ભૈરમગઢ પોલીસ સ્ટેશન લઈ આવી છે, જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / ચંદ્ર નારાયણ શુક્લ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande