ભરૂચના નિકોરામાં ઘર આંગણે રમતા 9 વર્ષના બાળકના માથા પર જર્જરીત દિવાલ ધસી પડતા મોત
- નર્મદા કિનારે માતમ બીજા ધોરણમાં ભણતા દિલના ટુકડાને પરિવારે ગુમાવ્યો ભરૂચ,21 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના નિકોરા ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. નર્મદા નદીના કિનારે આવેલા ઘરના આંગણામાં બાળકો સાથે રમી રહેલા 9 વર્ષના
ભરૂચના નિકોરામાં ઘર આંગણે રમતા 9 વર્ષના બાળકના માથા પર જર્જરીત દિવાલ ધસી પડતા મોત


ભરૂચના નિકોરામાં ઘર આંગણે રમતા 9 વર્ષના બાળકના માથા પર જર્જરીત દિવાલ ધસી પડતા મોત


- નર્મદા કિનારે માતમ બીજા ધોરણમાં ભણતા દિલના ટુકડાને પરિવારે ગુમાવ્યો

ભરૂચ,21 સપ્ટેમ્બર (હિ.સ.) ભરૂચ જિલ્લાના નિકોરા ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. નર્મદા નદીના કિનારે આવેલા ઘરના આંગણામાં બાળકો સાથે રમી રહેલા 9 વર્ષના માસૂમ બાળક પર ઘરની બાજુની જર્જરીત દિવાલ અચાનક ધસી પડી હતી. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર ગામ અને પટેલ પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

ભરૂચ જિલ્લાના નિકોરા ગામે નર્મદા નદીના કાંઠે આવેલા ઘર આંગણે રોજની જેમ બાળકો રમી રહ્યા હતા. જેમાં ધોરણ 2 માં અભ્યાસ કરતો 9 વર્ષનો માસૂમ બાળક દિપ સચિનભાઈ પટેલ પણ પોતાના મિત્રો સાથે રમતમાં મશગૂલ હતો. રમતા રમતા કાળ ક્યારે આવી પહોંચશે તેની કોઈને કલ્પના પણ નહોતી.

બાળકો ઘર આંગણે રમી રહ્યા હતા તે જ સમયે ઘરની બાજુમાં આવેલી એક જૂની અને જર્જરીત દિવાલ અચાનક જ ધરાશાયી થઈ ગઈ હતી. દિવાલ પડતાં જ ત્યાં દોડધામ મચી ગઈ હતી. અન્ય બાળકો ભાગવામાં સફળ રહ્યા પરંતુ દિપ દિવાલની ખૂબ જ નજીક હોવાથી તે કાટમાળ અને દિવાલ નીચે દબાઈ ગયો હતો.

અવાજ સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ દિપને કાટમાળ નીચેથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ નસીબને કંઈક અલગ જ મંજૂર હતું, સારવાર દરમિયાન માસૂમ દિપે આખરી શ્વાસ લીધા હતા.

માસૂમ અને વહાલસોયા દીપના અચાનક વિદાયથી નિકોરા ગામના પટેલ પરિવાર પર અણધાર્યો વજ્રાઘાત થયો છે. ધોરણ 2 માં ભણતા બાળકના મોતથી સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande