કેરળ ફિલ્મ ફેસ્ટિવલમાં કોઈ પણ ફિલ્મની સ્ક્રીનિંગ પર રોક નથી : કેન્દ્ર
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે સ્પષ્ટતા કરી કે, તિરુવનંતપુરમમાં યોજાનારા 18મા ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી એન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કેરળમાં કોઈ પણ ફિલ્મની સ્ક્રીનિંગની પરવાનગીનો ઇનકાર કરવામાં આવ્યો નથી. મંત્રાલ
સૂચના અને પ્રસારણ મંત્રાલય


નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.) સૂચના અને પ્રસારણ મંત્રાલયે સોમવારે સ્પષ્ટતા કરી કે, તિરુવનંતપુરમમાં યોજાનારા 18મા ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી એન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કેરળમાં કોઈ પણ ફિલ્મની સ્ક્રીનિંગની પરવાનગીનો ઇનકાર કરવામાં આવ્યો નથી. મંત્રાલયે જણાવ્યું કે, છ ફિલ્મોના વિસ્તૃત સિનૉપ્સિસ મંગાવવામાં આવ્યા છે, જ્યારે વિષયવસ્તુ અને પ્રકૃતિના આધારે કેટલીક ફિલ્મોને સંબંધિત પ્રાદેશિક સત્તાધિકારીઓ પાસે સમીક્ષા માટે મોકલવામાં આવી છે.

મંત્રાલયની આ સ્પષ્ટતા કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના તે દાવા પછી આવી છે, જેમાં તેમણે 31 ફિલ્મોની સ્ક્રીનિંગની પરવાનગી રોકવાની વાત કહી હતી. થરૂરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડીને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી.

મંત્રાલયે એક્સ પર જારી કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું કે, કોઈ પણ ફિલ્મની સ્ક્રીનિંગ પર રોક લગાવવામાં આવી નથી. કેટલીક ફિલ્મોને તેમની વિષયવસ્તુને અનુરૂપ સંબંધિત વિભાગો પાસેથી સમીક્ષા મેળવવા માટે પ્રાદેશિક સત્તાધિકારીઓ પાસે મોકલવામાં આવી છે. મંત્રાલય અનુસાર, છ ફિલ્મોના સંબંધમાં વિસ્તૃત સિનૉપ્સિસ ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, 18મો ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટરી એન્ડ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ કેરળ 25 થી 30 સપ્ટેમ્બર સુધી તિરુવનંતપુરમમાં આયોજિત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande