નકલી સિમ અને આઈએમઈઆઈ સાથે ચેડાં કરવા પર ત્રણ વર્ષ સુધીની જેલ, 50 લાખ રૂપિયાનો દંડ, દૂરસંચાર વિભાગની એડવાઇઝરી
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.). દૂરસંચાર વિભાગ (ડીઓટી) એ, નકલી રીતે સિમ કાર્ડ જારી કરવા, દૂરસંચાર ઓળખકર્તાઓના દુરુપયોગ અને મોબાઇલ ફોનના આઈએમઈઆઈ નંબર સાથે ચેડાંને ગંભીર ગુનો ગણાવતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. વિભાગે સોમવારે જણાવ્યું કે,
દૂરસંચાર વિભાગ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.). દૂરસંચાર વિભાગ (ડીઓટી) એ, નકલી રીતે સિમ કાર્ડ જારી કરવા, દૂરસંચાર ઓળખકર્તાઓના દુરુપયોગ અને મોબાઇલ ફોનના આઈએમઈઆઈ નંબર સાથે ચેડાંને ગંભીર ગુનો ગણાવતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. વિભાગે સોમવારે જણાવ્યું કે, આવા કિસ્સાઓમાં ત્રણ વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

દૂરસંચાર મંત્રાલય અનુસાર, છત્તીસગઢમાં એક પોઈન્ટ ઓફ સેલ (પીઓએસ) એજન્ટ દ્વારા લોકોના ઓળખ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને, તેમની જાણકારી કે સંમતિ વિના 25 મોબાઇલ કનેક્શન સક્રિય કરવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો. તપાસ પછી સંબંધિત પીઓએસ એજન્ટને બ્લેક લીસ્ટ માં મૂકવામાં આવ્યો. શંકાસ્પદ મોબાઇલ કનેક્શનોનું ચકાસણી કરાવવામાં આવ્યું અને ચકાસણીમાં નિષ્ફળ જણાયેલા નંબરોને બંધ કરી દેવામાં આવ્યા.

વિભાગે જણાવ્યું કે, દૂરસંચાર અધિનિયમ, 2023 હેઠળ નકલી દસ્તાવેજોના આધારે સિમ લેવું, પોતાના નામે જારી થયેલું સિમ અન્ય કોઈ વ્યક્તિને આપવું કે ભાડે આપવું, કોલિંગ લાઇન આઇડેન્ટિટી (સીએલઆઈ) સાથે ચેડાં કરવા અને આઈએમઈઆઈ નંબર બદલવો દંડનીય ગુનો છે.

ડીઓટીએ નાગરિકોને પોતાના નામે જારી થયેલા મોબાઇલ નંબરોની નિયમિત તપાસ કરવા અને કોઈ અનધિકૃત સિમ સક્રિય થવા પર તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ માટે સંચાર સાથી પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.

વિભાગ અનુસાર, સંચાર સાથી દ્વારા નાગરિકો પોતાના નામે જારી થયેલા તમામ મોબાઇલ કનેક્શનોની માહિતી મેળવી શકે છે તથા બિનજરૂરી કે શંકાસ્પદ નંબરોને બંધ કરાવવા વિનંતી કરી શકે છે. પોર્ટલ પર મોબાઇલ હેન્ડસેટના આઈએમઈઆઈ ની ખરાઈ તપાસવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. આનાથી મોબાઇલના બ્રાન્ડ, મોડેલ અને ઉત્પાદક સંબંધિત માહિતીની પુષ્ટિ કરી શકાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande