
નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર (હિ.સ.). બાબા નીબ કરૌરીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ના કલાકારો અને નિર્માણ ટીમે, સોમવારે અહીં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. શાહે બાબા નીબ કરૌરીની આધ્યાત્મિક યાત્રા અને ભગવાન હનુમાન પ્રત્યેની તેમની અનન્ય ભક્તિને સિનેમાના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવાના પ્રયાસની પ્રશંસા કરી.
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મુલાકાતની તસવીર શેર કરતા લખ્યું, “આજે નવી દિલ્હીમાં બાબા નીબ કરૌરી જીના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ના કલાકારો સાથે મુલાકાત કરી.”
તેમણે કહ્યું કે, બાબા નીબ કરૌરી જીની આધ્યાત્મિક યાત્રા અને હનુમાન જી પ્રત્યેની તેમની અનન્ય ભક્તિને સિનેમાના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ પ્રશંસનીય છે. તેમણે આ માટે ફિલ્મના પૂરી ટીમને અભિનંદન પાઠવ્યા.
મુલાકાત દરમિયાન ફિલ્મમાં લક્ષ્મી નારાયણ શર્મા/નીબ કરૌરી બાબા (મહારાજ જી)ની ભૂમિકા ભજવનાર શોભિનવ સત્યા, ફિલ્મના નિર્દેશક અને લેખક ડો. વિશાલ ચતુર્વેદી, નિર્માતા રાગિની સોના અને ગીતકાર સાધુ તિવારી સહિત ફિલ્મના ટીમના અન્ય સભ્યો હાજર રહ્યા.
ઉલ્લેખનીય છે કે, ‘હનુમાન અંશ’ બાબા નીબ કરૌરીના જીવન અને તેમની આધ્યાત્મિક યાત્રા પર કેન્દ્રિત ફિલ્મ છે. બાબા નીબ કરૌરી જી 20મી સદીના મુખ્ય આધ્યાત્મિક સંતોમાંના એક ગણાય છે અને ભગવાન હનુમાન પ્રત્યેની તેમની અનન્ય ભક્તિ માટે વિશેષ રૂપે શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ