મુંદરામાં SOGની કાર્યવાહી: 500 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
કચ્છ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા શહેર વિસ્તારમાં એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળના વિસ્તારમાં પશ્ચિમ કચ્છ-ભુજ SOG દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખવાના આક્ષેપસર એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પો
ગાંજા સાથે પકડાયેલ યુવક


કચ્છ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : મુંદરા શહેર વિસ્તારમાં એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળના વિસ્તારમાં પશ્ચિમ કચ્છ-ભુજ SOG દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખવાના આક્ષેપસર એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહી દરમિયાન 500 ગ્રામ ગાંજો, જેની અંદાજિત કિંમત રૂ.25,000, કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોપી પાસેથી રૂ.5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ.600 રોકડા મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ રૂ.30,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પકડાયેલા શખ્સની ઓળખ બિતલ દશરથ મંડલ, ઉંમર 28 વર્ષ તરીકે થઈ છે. તે મૂળ બિશનપુર, વોર્ડ નં.3, તા. ધબીલી, જિલ્લા સહરસા, બિહારનો રહેવાસી હોવાનું અને હાલ મુંદરામાં એલ એન્ડ ટી વાડી, શુભમ પેટ્રોલપંપ પાછળ રહેતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ સમગ્ર કાર્યવાહી SOG ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ PSI ડી.બી. વાઘેલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ કે હેરફેર કોના માટે થવાની હતી તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande