UGVCL ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતીને લઈને ઉમેદવારોની માંગ, મહેસાણામાં રેલી યોજી આવેદનપત્ર અપાયું
મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) UGVCL એકતા સંગઠન દ્વારા UGVCLની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષામાં ઉમેદવારોના હિત અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ માંગણીઓને લઈને મહેસાણામાં રેલી યોજવામાં આવી હતી. શહેરના બિલાડી બાગથી UGVCL કચેરી સુધી રેલ
UGVCL ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતીને લઈને ઉમેદવારોની માંગ, મહેસાણામાં રેલી યોજી આવેદનપત્ર અપાયું


મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) UGVCL એકતા સંગઠન દ્વારા UGVCLની ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષામાં ઉમેદવારોના હિત અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ માંગણીઓને લઈને મહેસાણામાં રેલી યોજવામાં આવી હતી. શહેરના બિલાડી બાગથી UGVCL કચેરી સુધી રેલી યોજી ઉમેદવારોએ પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

રેલી દરમિયાન ઉમેદવારો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. રેલી UGVCL કચેરી ખાતે પહોંચ્યા બાદ સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા UGVCLના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી પરીક્ષામાં ઉમેદવારોને લગતી વિવિધ માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સંગઠનના આગેવાનો અને ઉમેદવારોએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી તેમની રજૂઆતો અને માંગણીઓ પર યોગ્ય વિચારણા કરવામાં આવે. યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા અંગે જરૂરી કાર્યવાહી કરવા માટે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

રેલીમાં ઉમેદવારો અને સંગઠનના કાર્યકરો જોડાયા હતા. UGVCL કચેરી ખાતે આવેદનપત્ર આપીને સંગઠન દ્વારા પોતાની માંગણીઓ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande