ગણેશ વિસર્જન બાદ પૂજાપાના વેસ્ટનું સેગ્રીગેશન, ફૂલમાંથી બનશે અગરબત્તી
મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન બાદ નીકળતા પૂજાપાના વેસ્ટના યોગ્ય નિકાલ અને પુનઃઉપયોગ માટે પ્રથમવાર ફાયર સ્ટેશન સંકુલ ખાતે વેસ્ટ સેગ્રીગેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચમા દિવસે અંદાજે 250થી 300 કિલો પૂજાપાન
ગણેશ વિસર્જન બાદ પૂજાપાના વેસ્ટનું સેગ્રીગેશન, ફૂલમાંથી બનશે અગરબત્તી


મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન બાદ નીકળતા પૂજાપાના વેસ્ટના યોગ્ય નિકાલ અને પુનઃઉપયોગ માટે પ્રથમવાર ફાયર સ્ટેશન સંકુલ ખાતે વેસ્ટ સેગ્રીગેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચમા દિવસે અંદાજે 250થી 300 કિલો પૂજાપાની સામગ્રી એકત્રિત કરી સ્થળ પર જ અલગ કરવામાં આવી હતી.

ફાયર સ્ટેશન સંકુલના પાણીના કુંડમાં પાંચ દિવસ દરમિયાન કુલ 3,239 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે. વિસર્જન માટે આવતા ભક્તો ફૂલ, ફૂલહાર, પ્લાસ્ટિક સહિતની પૂજાની સામગ્રી જાહેર સ્થળે ન નાખે તે માટે મનપાએ સ્ટોલ ઉભો કર્યો છે. ભક્તો દ્વારા જમા કરાવાયેલી સામગ્રીને કર્મચારીઓ દ્વારા પ્રકાર પ્રમાણે અલગ કરવામાં આવે છે.

પૂજાપાના વેસ્ટમાંથી મુખ્યત્વે ફૂલ, ફૂલહાર, પ્લાસ્ટિક, અગરબત્તીના અવશેષ અને ફળફળાદિ સહિતની સામગ્રી મળે છે. જેમાંથી ફૂલ અને ફૂલહારને અલગ એકત્રિત કરી યોગ્ય પ્રોસેસિંગ બાદ અગરબત્તી જેવી ઉપયોગી વસ્તુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જ્યારે પ્લાસ્ટિક વેસ્ટને અલગ કરી રિસાયક્લિંગ માટે મોકલવામાં આવશે.

ગણેશ વિસર્જનના 10મા દિવસે મોટી સંખ્યામાં મૂર્તિઓના વિસર્જનની શક્યતા હોવાથી વધુ પૂજાપાનો વેસ્ટ એકત્રિત થવાની સંભાવના છે. મનપા દ્વારા ભક્તોને પૂજાની સામગ્રી રસ્તા, તળાવ કે અન્ય જાહેર સ્થળોએ ન નાખી નિર્ધારિત સ્ટોલ પર જમા કરાવવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande