કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ડાંગરવા PHCના મેડિકલ કેમ્પની મુલાકાત
મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના ક્રિષ્ના હોટલ ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કેમ્પની આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિ
કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ડાંગરવા PHCના મેડિકલ કેમ્પની મુલાકાત


મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ડાંગરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ના ક્રિષ્ના હોટલ ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન કેમ્પની આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન હાજર આરોગ્ય સ્ટાફને આરોગ્ય સેવાઓને લગતું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં આવતા લોકોને યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ આરોગ્યલક્ષી કામગીરી સુચારૂ રીતે થાય તે અંગે સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસરની મુલાકાત દરમિયાન મેડિકલ કેમ્પની કામગીરી અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ આરોગ્ય કર્મચારીઓને લોકો સુધી જરૂરી આરોગ્ય સેવાઓ અને માર્ગદર્શન પહોંચાડવા માટે પણ સૂચિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande