
મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ રાખવાના હેતુથી યોજાયેલી આ ઝુંબેશમાં વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી.
સફાઈ ઝુંબેશ દરમિયાન શહેરના વિવિધ વોર્ડના કાઉન્સિલરોએ પણ સહભાગી બની સફાઈ કામગીરીમાં જોડાઈ સ્વચ્છતા અંગેનો સંદેશ આપ્યો હતો. જાહેર સ્થળો તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કરી કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
ઝુંબેશ દરમિયાન નાગરિકોને પણ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા જાળવવા માટે લોકોની ભાગીદારી જરૂરી હોવાનું જણાવાયું હતું.
મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ તેમજ સ્વચ્છતા અંગેની જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. કાઉન્સિલરોની સહભાગિતાથી યોજાયેલી આ ઝુંબેશમાં સ્વચ્છ મહેસાણા માટે નાગરિકોને પણ સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR