મહેસાણામાં પહેલીવાર ડ્રોનથી ગણપતિ વિસર્જન, પરા તળાવમાં અનોખી રીતે પ્રતિમાનું વિસર્જન
મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણામાં પહેલીવાર ડ્રોન ટેકનોલોજીની મદદથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. મહેસાણા સ્થિત એક ડ્રોન કંપની દ્વારા પરા તળાવ ખાતે વિશેષ ક્ષમતા ધરાવતા ડ્રોનનો ઉપયોગ કરી ગણેશજીની પ્રતિમાને ઉપાડીને તળાવ સુધી લઈ જવામાં આવી
મહેસાણામાં પહેલીવાર ડ્રોનથી ગણપતિ વિસર્જન, પરા તળાવમાં અનોખી રીતે પ્રતિમાનું વિસર્જન


મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણામાં પહેલીવાર ડ્રોન ટેકનોલોજીની મદદથી ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું. મહેસાણા સ્થિત એક ડ્રોન કંપની દ્વારા પરા તળાવ ખાતે વિશેષ ક્ષમતા ધરાવતા ડ્રોનનો ઉપયોગ કરી ગણેશજીની પ્રતિમાને ઉપાડીને તળાવ સુધી લઈ જવામાં આવી હતી.

વિશેષ ક્ષમતા ધરાવતા ડ્રોન દ્વારા ગણેશજીની પ્રતિમાને સુરક્ષિત રીતે ઉપાડવામાં આવી હતી. ત્યારબાદ ડ્રોનની મદદથી પ્રતિમાને પરા તળાવ સુધી લઈ જઈ વિધિવત્ ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણપતિ વિસર્જનની આ નવીન પદ્ધતિ જોવા માટે આસપાસના લોકો પણ એકત્રિત થયા હતા.

પરંપરાગત રીતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે મહેસાણામાં પ્રથમવાર ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રતિમાને તળાવ સુધી લઈ જવાની કામગીરી કરવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજીના આ ઉપયોગથી ગણેશ વિસર્જન દરમિયાન નવી ટેકનોલોજીનો પ્રયોગ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande