ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, 10 દિવસમાં જળસંગ્રહ 51.30%થી વધીને 53.37% થયો
મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લા માટે રાહતના સમાચાર વચ્ચે ધરોઈ ડેમની જળસપાટીમાં છેલ્લા 10 દિવસમાં વધારો નોંધાયો છે. 11 સપ્ટેમ્બરે ધરોઈ ડેમમાં 51.30 ટકા જળસંગ્રહ હતો, જે વધીને 21 સપ્ટેમ્બરે 53.37 ટકા થયો છે. આ સાથે ડેમની જળસપાટી પણ 6
ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો, 10 દિવસમાં જળસંગ્રહ 51.30%થી વધીને 53.37% થયો


મહેસાણા, 21 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લા માટે રાહતના સમાચાર વચ્ચે ધરોઈ ડેમની જળસપાટીમાં છેલ્લા 10 દિવસમાં વધારો નોંધાયો છે. 11 સપ્ટેમ્બરે ધરોઈ ડેમમાં 51.30 ટકા જળસંગ્રહ હતો, જે વધીને 21 સપ્ટેમ્બરે 53.37 ટકા થયો છે. આ સાથે ડેમની જળસપાટી પણ 607.28 ફૂટથી વધીને 608.06 ફૂટે પહોંચી છે.

ધરોઈ ડેમ વિસ્તારમાં ચાલુ ચોમાસાની સિઝનમાં કુલ 415.40 મિમી વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ડેમના જળસંગ્રહમાં વધારો નોંધાયો છે. છેલ્લા 10 દિવસમાં ડેમના જળસંગ્રહમાં 2.07 ટકાનો વધારો થયો છે, જ્યારે જળસપાટીમાં 0.78 ફૂટનો વધારો નોંધાયો છે.

હાલમાં ધરોઈ ડેમમાં પાણીની નવી આવક તેમજ જાવક શૂન્ય નોંધાઈ રહી છે. આમ, હાલ ડેમમાંથી પાણીની આવક કે જાવક ન હોવા છતાં અગાઉ થયેલા વરસાદના કારણે જળસંગ્રહમાં વધારો નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં ખેતી અને પાણીની જરૂરિયાતને જોતા ડેમની જળસપાટીમાં થયેલો વધારો રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande