20 વર્ષની શિક્ષણસેવા અને નવીન પ્રયોગોની સિદ્ધિ: વલભીપુરના અમરજીતસિંહ પરમાર બન્યા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક
ભાવનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાની લાખણકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અમરજીતસિંહ ગિરવાનસિંહ પરમારની વર્ષ 2026 માટે ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષથી શિક્ષણક્ષેત્રે સેવારત
એવોર્ડ મેળવનાર શિક્ષક


ભાવનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાની લાખણકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અમરજીતસિંહ ગિરવાનસિંહ પરમારની વર્ષ 2026 માટે ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે. છેલ્લા 20 વર્ષથી શિક્ષણક્ષેત્રે સેવારત અમરજીતસિંહે શિક્ષણમાં નવીનતા, ડિજિટલ ટેકનોલોજી અને AI આધારિત શૈક્ષણિક પ્રયોગો દ્વારા નોંધપાત્ર કામગીરી કરી છે.

PTC, B.A. અને M.A. જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અમરજીતસિંહ શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું મર્યાદિત ન રાખી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ, પર્યાવરણપ્રેમ, સામાન્ય જ્ઞાન અને સામાજિક જવાબદારી વિકસે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોને સરળ બનાવવા TLM, ચાર્ટ, વર્કિંગ મોડેલ, પ્રોજેક્ટ, ઇન્ફોગ્રાફિક અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે ‘દૈનિક ડિજિટલ ચાણક્ય મેગેઝિન’, ‘ચાલો માણીએ ગણિતને – Joyful Maths’, ‘AI શિક્ષણનો સાથી’, ‘ગણિત ગેલેરી’, ‘ભાષા સૌરભ’ સહિતના પ્રયોગો હાથ ધર્યા છે. ધોરણ 5થી 8 માટે QR કોડ આધારિત ડિજિટલ સામગ્રી પણ તૈયાર કરવામાં આવી છે.

શૈક્ષણિક સાહિત્ય નિર્માણમાં 150થી વધુ હસ્તલિખિત શૈક્ષણિક અંકો અને બુકલેટ્સ તૈયાર કર્યા છે. ‘ભાવનગર જિલ્લાનો કેળવણીનો ઇતિહાસ’ પુસ્તકમાં લેખક અને ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે કામગીરી કરી છે.

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્ય કક્ષાએ એક, જિલ્લા કક્ષાએ પાંચ અને તાલુકા કક્ષાએ સાત વખત રજૂઆત કરી છે. ચાર ક્રિયાત્મક સંશોધનો ઉપરાંત શિક્ષક તાલીમકાર તરીકે DIKSHA, ડિજિટલ ટેક્સ્ટબુક અને ઓનલાઈન કોર્સ અંગે પણ માર્ગદર્શન આપ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande