
અમદાવાદ, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્રારા એસએમઇ ગ્રોથ સીરીઝની 15મી આવૃત્તિના ભાગરૂપે “બિઝનેસ એક્સેલન્સ અને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવમેન્ટ – ઓપરેશનલ એક્સેલન્સ ફોર સસ્ટેનેબલ એમએસએમઇ ગ્રોથ” વિષય પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય અતિથિ ક્ષિપ્રા સૂર્યકાંતરાવ આગ્રે, આઈએએસ (કમિશનર, એમએસએમઇ કમિશનરેટ, ગુજરાત સરકાર)એ સ્થાનિક એમએસએમઇને આગળ વધારવા માટે રચાયેલ રાજ્યની મુખ્ય પહેલો, નીતિગત માળખાં અને સરકારી સહાય પ્રણાલીઓ પર પ્રકાશ પાડ્યો હતો. ડો. જૈમિન વસા એ સ્વાગત પ્રવચન અને થીમ વિશે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું અને આજના સ્પર્ધાત્મક બજારમાં ઓપરેશનલ કાર્યક્ષમતા, ગુણવત્તાના ધોરણો અને ક્ષમતા નિર્માણની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. વિજય શાહ, ડો. મુંજાલ દવે, અને ધ્રુવ શાહ એ પેનલ ડિસ્કશન કરતાં લીન મેનેજમેન્ટ, પ્રક્રિયા ઓપ્ટિમાઇઝેશન અને ઔદ્યોગિક સ્કેલેબિલિટી પર ઉપયોગી વ્યૂહરચનાઓ શેર કરી હતી. ડો. જૈનિલ શાહ એ પેનલ ડિસ્કશનનું સંચાલન કર્યું હતું.
આ કાર્યક્રમમાં એમએસએમઇ ક્ષેત્રે ટકાઉ ઓપરેશનલ વૃદ્ધિ માટેનો વ્યૂહાત્મક રોડમેપ તૈયાર કરવા માટે વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ, ઉદ્યોગ સાહસિકો અને આ ક્ષેત્રના નિષ્ણાતો જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ