અંકલેશ્વરના સેંગપુર ગામના તળાવનું પાણી ખાનગી કંપનીને અપાતું હોવાના આક્ષેપ
ભરૂચ,21 સપ્ટેમ્બર (હિ.સ.) અંકલેશ્વર તાલુકાના સેગપુર ગામના તળાવનું પાણી ખાનગી કંપનીને અપાતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ 7 દિવસમાં કાર્યવાહીની માંગ કરી છે.ખેડૂતોનો આક્ષેપ છે કે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ખાનગી કંપનીને પાણી આપવામાં આવી રહ્યું
અંકલેશ્વરના સેંગપુર ગામના તળાવનું પાણી ખાનગી કંપનીને અપાતું હોવાના આક્ષેપ


અંકલેશ્વરના સેંગપુર ગામના તળાવનું પાણી ખાનગી કંપનીને અપાતું હોવાના આક્ષેપ


અંકલેશ્વરના સેંગપુર ગામના તળાવનું પાણી ખાનગી કંપનીને અપાતું હોવાના આક્ષેપ


ભરૂચ,21 સપ્ટેમ્બર (હિ.સ.) અંકલેશ્વર તાલુકાના સેગપુર ગામના તળાવનું પાણી ખાનગી કંપનીને અપાતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ 7 દિવસમાં કાર્યવાહીની માંગ કરી છે.ખેડૂતોનો આક્ષેપ છે કે અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ખાનગી કંપનીને પાણી આપવામાં આવી રહ્યું છે.

અંકલેશ્વર તાલુકાના સેગપુર ગામે ખેતીની સિંચાઈ માટે સરકારી યોજના હેઠળ બનાવાયેલા તળાવના પાણીના ઉપયોગને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતી માટે સંગ્રહ કરાયેલા તળાવના પાણીનો ઉપયોગ સ્થાનિક ખેડૂતોને સિંચાઈ માટે કરવા દેવામાં આવતો નથી અને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ખાનગી કંપનીને પાણી આપવામાં આવી રહ્યું છે.

સ્થાનિક આગેવાન વિજયસિંહ સોલંકીના જણાવ્યા મુજબ, અંકલેશ્વર બાયો સીએનજી લિમિટેડ પાસે પોતાનો સ્વતંત્ર પાણીનો સ્ત્રોત નથી અને ખેડૂતોના હકનું પાણી કંપની દ્વારા ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. સાથે જ કંપનીમાં માલિકી પરિવર્તન અને વિસ્તરણ કરવામાં આવ્યું હોવા છતાં ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે.ખેડૂત રોનકસિંહ ભગતસિંહ સોલંકીએ જણાવ્યું કે, આશરે પાંચ વર્ષ પહેલાં વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતીમાં સિંચાઈ માટે તળાવ તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે હાલ ખેડૂતોને આ પાણીનો લાભ મળતો ન હોવાથી ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

અગાઉ કંપની અને સંબંધિત અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં માત્ર ખાત્રી આપવામાં આવી હોવાનો તેમનો આક્ષેપ છે.ખેડૂત પહાડસિંહ ચૌહાણે પણ તળાવ પર ગેરકાયદેસર કબજો અને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે કંપનીને પાણી પહોંચાડવાના આક્ષેપ કર્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, 7 દિવસમાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande