
આઇચી-નાગોયા, 21 સપ્ટેમ્બર (હિ.સ.). ભારતે 2026 એશિયન ગેમ્સમાં સોમવારે શૂટિંગમાં પોતાનો ત્રીજો પદક મેળવ્યો. પુરુષ 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં હિમાંશુ ઢિલ્લો, પાર્થ માને અને રુદ્રાંક્ષ પાટીલની ભારતીય ત્રિપુટીએ રજત પદક જીત્યો. ભારતીય ટીમ ચીન પછી બીજા સ્થાને રહી.
આ પહેલા રવિવારે ઇલાવેનિલ વલારિવન, સોનમ ઉત્તમ મસ્કર અને વિદર્સા કે. વિનોદે મહિલા 10 મીટર એર રાઇફલ ટીમ સ્પર્ધામાં રજત પદક જીત્યો હતો. આ પછી ઇલાવેનિલે વ્યક્તિગત સ્પર્ધામાં પણ રજત પદક મેળવીને ભારતને શૂટિંગમાં બીજો પદક અપાવ્યો.
ભારતનો એક વધુ પદક મિશ્રિત માર્શલ આર્ટ્સમાં પણ પાકો થઈ ચૂક્યો છે. સુચિકા તારિયાલે મહિલા પરંપરાગત 60 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછો કાંસ્ય પદક સુનિશ્ચિત કરી લીધો છે.
સોમવારે ઉપલબ્ધ માહિતી અનુસાર ભારત મેડલ ટેબલમાં 10મા સ્થાને છે. ચીન 21 પદકો સાથે ટોચ પર છે, જેમાં 12 સુવર્ણ પદક શામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ