છોટાઉદેપુર ખાતે શિક્ષણ વિભાગ દ્વારા ‘વિકસિત ભારત-2047 અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને કાર્યક્રમનું ભવ્ય આયોજન
છોટાઉદેપુર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ‘વિકસિત ભારત-૨૦૪૭’ વિષય પર વિશેષ ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ધા
ચિત્ર સ્પર્ધા


ચિત્ર સ્પર્ધા


ચિત્ર સ્પર્ધા


છોટાઉદેપુર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ‘વિકસિત ભારત-૨૦૪૭’ વિષય પર વિશેષ ચિત્ર સ્પર્ધા અને ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરીને ‘વિકસિત ભારત-2047 ની પરિકલ્પના દર્શાવતી ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે. પ્રદર્શનમાં બાળકો દ્વારા દોરવામાં આવેલા સર્જનાત્મક ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 2047માં ભારત દેશ કેવો હોવો જોઈએ તે અંગે નાના બાળકો અને વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા, શિક્ષકો તેમજ ગામના આગેવાનો સાથે વિચાર-વિમર્શ કરીને પોતાની કલ્પનાઓને ચિત્ર સ્વરૂપે કંડારી છે. વિદ્યાર્થીઓના આ ઉત્સાહ અને ભવિષ્યના ભારત પ્રત્યેના તેમના વિચારોને બિરદાવતા તેમણે તમામ બાળકોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન આશિષ ભીલ, જિલ્લા શિક્ષણાધિકારી આનંદકુમાર પરમાર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે. કે. પરમારે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ, આચાર્યઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande