
પોરબંદર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : 'સંકલ્પ અભિયાન’ અભિયાન’
અંતર્ગત તા.22
અને 23
સપ્ટેમ્બર, 2026ના રોજ વિવિધ આરોગ્યલક્ષી તેમજ
સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.22 સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા અભિયાન અને
તા.23
સપ્ટેમ્બરના રોજ વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય નિદાન અને સારવાર
કેમ્પ યોજાશે.
જિલ્લા
આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતાએ આયોજનની
વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.22 સપ્ટેમ્બરના રોજ જિલ્લાના તમામ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ‘સ્વચ્છતા હી સેવા’
અંતર્ગત વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત આરોગ્ય
કેન્દ્રોના પરિસર તેમજ આંતરિક ભાગોની સઘન સફાઈ કરી સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ
જાળવવા કામગીરી કરવામાં આવશે.
ત્યારબાદ
તા.23
સપ્ટેમ્બર, 2026ના રોજ સમગ્ર જિલ્લાના તમામ સામૂહિક
આરોગ્ય કેન્દ્રો ખાતે નાગરિકોના આરોગ્યની તપાસ, રોગ નિદાન અને જરૂરી સારવાર માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું છે. ખાસ કરીને અડવાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તજજ્ઞ (સ્પેશિયાલિસ્ટ)
તબીબો દ્વારા વિશેષ આરોગ્ય કેમ્પ યોજાશે. જ્યારે કુતિયાણા, રાણાવાવ અને માધવપુર સામૂહિક આરોગ્ય
કેન્દ્રો ખાતે અનુભવી તબીબોની ટીમ દ્વારા નાગરિકોની આરોગ્ય તપાસ અને રોગ નિદાન
કરવામાં આવશે.
જિલ્લા
આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતાએ પોરબંદર જિલ્લાના નાગરિકોને આ આરોગ્ય નિદાન અને
સારવાર કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા તથા પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા
અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya