પ્રધાનમંત્રી મોદીએ, ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ભારતીય ક્રિકેટ માટે શાનદાર વિજય ! એશિયન
જીતનો આનંદ મનાવતી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ


નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ભારતીય ક્રિકેટ માટે શાનદાર વિજય ! એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ, આપણી મહિલા ક્રિકેટ ટીમને હાર્દિક અભિનંદન. રમતોમાં ટીમનું પ્રદર્શન જબરદસ્ત હતું, જેમાં આત્મવિશ્વાસ, કૌશલ્ય અને ઉત્તમ ટીમવર્કનો સમાવેશ થતો હતો. આ જીત સાથે, ભારતે આ રમતોમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. ટીમ દેશ માટે સન્માન લઈને આવી છે અને દેશભરના અસંખ્ય યુવા ક્રિકેટરોને પ્રેરણા આપશે.

ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની શાનદાર બેટિંગ અને ત્યારબાદ ભારતીય સ્પિનરોની ઉત્તમ બોલિંગના કારણે, ભારતે મંગળવારે એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટ ફાઇનલમાં શ્રીલંકાને 147 રનથી હરાવીને સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો. આ વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. ભારત પાસે હવે સાત મેડલ છે, જેમાં એક ગોલ્ડ, ચાર સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande